Skip to main content

Posts

Showing posts from July, 2015

CHAPTER - 3

The Encounter. “ગધેડા, હું જીવું છું હજુ મરી નથી ગઈ , ક્યારેક તો યાદ કર.” મેસેજ પાછળ ૧૦ જેટલા સ્માઈલી હતા જેમાંથી ૮ ના અર્થ મને નોહતા ખબર. ભૂતકાળ ભૂત જેવો હોય છે, એક વાર સાલો પાછળ લાગી જાય ને પછી જીવ લઇ ને જ જાય. અને એ દિવસે એ વાત સમજમાં આવી કે કોઈ દૂર જાય એનાથી વધારે ખતરનાક હોય છે એ વ્યક્તિ પાછો આવી જાય, કઈ જ થયું ના હોય એમ. સૌથી અઘરું શું હોય છે? એક જીવતો માણસ મૃત્યુ પામે છે અને તમારો સાથે છોડી દે છે કે એક જીવતો માણસ સંબંધ છોડી ને તમારો સાથ છોડી દે છે? હું કોલેજના બીજા વર્ષમાં આવ્યો ત્યાર સુધી એમ જ સમજતો હતો કે આ પ્રેમ હોર્મોન સિવાય બીજું કઈ જ નથી. પણ બીજા વર્ષમાં બધું જ બદલાઈ ગયું. અમે મળ્યા. એટલે મેં એને જોઈ. બધા પેલું કેહ ને વાયોલીન વાગે, પત્તા ઉડે, એવું બધું કશું નોહ્તું થયું. પણ કંઈ થયું હતું. ઈન્જેકશની સોય વાગે ને એવું કઈ. કલ્ચરલ ઇવેન્ટમાં સાથે હોવાને કારણે અમે બેવ ખુબ જડપથી સાથે આવી ગયા. મને તો પ્રેમ જ થઇ ગયો હતો, સાચા વાળો બસ એની મંજુરી બાકી હતી. પેહલી વાર કોઈ છોકરીને પૂછતા મને ડર લાગતો હતો. એ સમયે શીપ ઓફ થીસીયસ રીલીઝ થયું હતું અને એણે મને સાથે આવવા કહ્યું,

CHAPTER - 2

                                I QUIT                                                                                                એ પછી એ મને ખાસ્સા સમય સુધી ના મળ્યો. થોડા સમય પછી  મને દારૂ પીવાની સખ્ખત ઈચ્છા થઇ હતી. ઘણા બધા મિત્રોને પૂછ્યું પણ કોઈની પાસે કઈ પડ્યું નોહ્તું. કોઈ એ કહ્યું અત્યારે તો દારૂ ગોમતીપુર જ મળશે. ઈચ્છા એટલી તીવ્ર હતી કે હું ત્યાં જવા નીકળી ગયો. હું પેહલી વાર દારુ લેવા જઈ રહ્યો હતો. દાણીલીમડા વાળા રસ્તે થઇ ને હું કાંકરિયા પહોચ્યો. ત્યાંથી ડાબી બાજુ વળીને થોડે આગળ ગયો કે એક પુલ આવ્યો અને પુલ ઉતર્યા પછી સાવ અજાણ્યા વિસ્તારમાં આવી ગયો. એક જ શહરેમાં હોવા છતાં આ વિસ્તાર મેં આજ પેહલા ક્યારે પણ જોયો ન હતો. નાની પાતળી ગલીઓ, દર ચાર રસ્તા ઉપર ૧૦-૧૫ લોકો ઉભા થઇ ને ગપાટા મારતા હોય, મારું એકટીવા ત્યાંથી નીકળે અને એ બધાની આંખો મને આગલા ચાર રસ્તા ઉપર મૂકી આવે. થોડીવાર પછી મને લાગ્યું હું એક ની એક જગ્યા ઉપર જ ફરી રહ્યો છું. બધું સરખું લાગતું હતું રસ્તા, દુકાન, લાઈટ ,દુકાનોના નામ, મકાનોની બનાવટ અને માણસો.  મેં કોઈ ને પૂછવાનું નક્કી કર્યું લગભગ ૯ ગલ્લા સ્કેન કરી ને ૧૦મ

CHAPTER - 1

Myth “ દરેક માણસ પાસે પોતાનું એક મીથ હોવું જોઈએ. ” આટલું બોલી ને એ ગુસ્સામાં જતો રહ્યો. હું ત્યાં જ ઉભો ઉભો દૂર સુધી એને જતા જોતો રહ્યો. સ્ટ્રીટ લાઈટની છત્રીઓની નીચે ધીમા પીળા પ્રકાશના વરસાદમાં એ ઓગળી ગયો. મેં વિસ્કી પીધી, નીટ. આગ લાગી ગઈ ગળામાં , પણ ગમે તેમ કરી ને હું એ ઉતારી ગયો. એણે જ કહ્યું હતું લાઈફમાં ડખા હોય ત્યારે કોરું પીવું. પૈસા પણ બચે. થોડા સમય પછી એ વિસ્કી લોહીમાં મળી ગયું અને પછી પુર ઝડપે દોડવા લાગી બધું જ ગોળ ગોળ ભમી રહ્યું હતું અને ઘણું બધું અટકી ગયું હતું. એ કેમ આવું કહી ને જતો રહ્યો ? હા મારી પીન હજુ ત્યાં જ ચોટેલી છે. એ મને કઈ ખાસ નથી ઓળખતો પણ અમે વર્ષો થી ચોક્કસ સમયાંતરે મળ્યા કરીએ છે. અમે પેહલી વાર મળ્યા જયારે હું ૧૨મિ માં અકાઉન્ટ માં ફેલ થયો હતો. ઘરે થી ફટકા પડ્યા હતા એણે આવી ને કહ્યું થાય થાય શીટ હેપન્સ , દારુ પી ને બધું જ ભૂલી જવાનું. સાલું દારૂનું જબરું ઓબ્સેશન હતું મને. હું પણ દારૂ વિષે ખુબ વાંચતો હતો. મજા આવતી હતી. એક્ઝામ ભલે ગમે તેવી જતી પણ મને એવું જ લાગતું હતું કે “ મસ્ત પેપેર ગયું છે. ” એના કારણે હું બીજા લોકોની જેમ આગળ દિવસમાં અટકી નોહ્તો રે

हम/ मैं / तूं /......

चल तुजे एक खुशखबरी सुनाता हूँ. अब उन सब बातोंमें मत जाना के इतने दिन कहाँ था ? क्या किया? तुजे तो पता है लॉस्ट हो जाना अब मेरा पात्र है. तुजिसे जो सिखा है. पर इस बार में लॉस्ट होने को नहीं गया था. इलाज के लिए गया था. फोन लगाने से पहले एक बार पूरा पढ़ ले. में अभी ठीक हूँ और ये इलाज बहोत इमोशनल लेवल पे है न के फिजिकल, तोह की चिंता मत कर. दरअसल पक चूका हूँ , मर चुका हूँ, और मुझे जीना है. में मानता हूँ के प्यार दुनियाकी सबसे खुबसूरत चीज़/ईमोशन है , लेकिन ये ही सबसे भद्दा भी है. में मानता हु अगर किसी से प्यार करो तो टूट के करो, पूरी शिद्दत से करो लेकिन ये ऊम्मीद मत रखोकी वो भी तुमसे इतना ही प्यार करे. अब ये जो सेकंड पार्ट है उम्मीद वाला वो साला डिफिकल्ट है. इतने साल तो कोई ख़ास दिक्कत नहीं हुई पर अब हो रही है. शायद में इनसिक्योर हो गया हूँ एसा मान सकती हो. पर कोई उम्मीद न रखना पोसिबल नहीं है, कुछ समय के बाद कुछ टूटने लगता है , आईने जेसा, और उस काच के टूकडे अंदर से चुभने लगते. और खून साला आँखों से निकलता है.  में अब इंतजार नहीं कर सकता, इसका मतलब ये नहीं है के कोई जवाब या रिएक्शन चाहता हूँ, न