Skip to main content

CHAPTER - 3

The Encounter.

“ગધેડા, હું જીવું છું હજુ મરી નથી ગઈ , ક્યારેક તો યાદ કર.” મેસેજ પાછળ ૧૦ જેટલા સ્માઈલી હતા જેમાંથી ૮ ના અર્થ મને નોહતા ખબર.

ભૂતકાળ ભૂત જેવો હોય છે, એક વાર સાલો પાછળ લાગી જાય ને પછી જીવ લઇ ને જ જાય. અને એ દિવસે એ વાત સમજમાં આવી કે કોઈ દૂર જાય એનાથી વધારે ખતરનાક હોય છે એ વ્યક્તિ પાછો આવી જાય, કઈ જ થયું ના હોય એમ. સૌથી અઘરું શું હોય છે? એક જીવતો માણસ મૃત્યુ પામે છે અને તમારો સાથે છોડી દે છે કે એક જીવતો માણસ સંબંધ છોડી ને તમારો સાથ છોડી દે છે?

હું કોલેજના બીજા વર્ષમાં આવ્યો ત્યાર સુધી એમ જ સમજતો હતો કે આ પ્રેમ હોર્મોન સિવાય બીજું કઈ જ નથી. પણ બીજા વર્ષમાં બધું જ બદલાઈ ગયું. અમે મળ્યા. એટલે મેં એને જોઈ. બધા પેલું કેહ ને વાયોલીન વાગે, પત્તા ઉડે, એવું બધું કશું નોહ્તું થયું. પણ કંઈ થયું હતું. ઈન્જેકશની સોય વાગે ને એવું કઈ.

કલ્ચરલ ઇવેન્ટમાં સાથે હોવાને કારણે અમે બેવ ખુબ જડપથી સાથે આવી ગયા. મને તો પ્રેમ જ થઇ ગયો હતો, સાચા વાળો બસ એની મંજુરી બાકી હતી. પેહલી વાર કોઈ છોકરીને પૂછતા મને ડર લાગતો હતો. એ સમયે શીપ ઓફ થીસીયસ રીલીઝ થયું હતું અને એણે મને સાથે આવવા કહ્યું, એ રીતિકા. સાલો નામમાં જ ક્લાસ હતો અને હું જીગલો એટલેકે જીગ્નેશ.(નીક નેમ ઉપર તમે હજુ હસતા જ હશો, હસો એમાં હું કઈ જ કરી શકું એમ નથી) સાલું અમદાવાદના કોઈ પણ ચાર રસ્તે જઈ ને “જીગ્નેશ” નામની બુમ પાડો તો ૨૧ જણા મળે.

હશે,વાત હતી શીપ ઓફ થીસીયસની. અમે સાથે જોવા ગયા. ફિલ્મ તો હું સહન કરી ગયો પણ પછી એને સવાલો ચાલુ કર્યા બે ત્રણ સવાલો સુધી તો આપણે પણ સોલીડ ઈંટલેક્ચ્યુંઅલ ગપાટા માર્યા અને પછી ગુગલ ઉપર વાંચેલા રીવ્યુનો ક્વોટા પૂરો થઇ ગયો. પાંચ જ મિનીટમાં મારી બધી ગાયો ખોવાઈ ગઈ, અને પૈસા આવતાની સાથે મને ગાંધીજી યાદ આવ્યા.

“રીતિકા સાંભળ

એ ફરીને, એની મોટી આંખોથી ગજબની ક્યુરીઓસીટી સાથે મને જોવા લાગી. હું થોડીવાર કંઈ જ ના બોલ્યો, બોલી જ ના શક્યો.

“બોલ હવે?”

“તને ખબર છે બહુ ગરમી પડી હોય અને પછી અચાનક વરસાદ આવે  અને બધું શાંત થઇ જાય અને ચોખ્ખુ પણ. સાંજના સમયે વરસાદ અટકી જાય એ પછી સ્ટ્રીટ લાઈટમાં તું જોઈ શકે બધું જ પોલ્યુશન ઉપર જઈ રહ્યું છે , ધરતીનું મન સાફ થતું દેખાય. મારા માટે એ પેહલો વરસાદ તું છે. તને યાદ છે તું પેહલા દિવસે કોલેજ આવી હતી ત્યારે તે વાઈટ કલરનું ટોપ અને બ્લ્યુ ડેનીમ પહેર્યું હતું , એમાં તું ગજબની ક્યુટ લાગતી હતી, હું તો ત્યારે જ ભમ થઇ ગયો હતો.  અને પછી તે એ સેમ કોમ્બીનેશન ૩૫માં , ૫૭માં, અને આજે  ૧૦૦માં દિવસે  પહેર્યું છે. મને બીજા લોકો જોડે કઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ કરીને તું આકાશ જોડે વાતો કરે છે ને હસી હસી કઈ થઇ જાય છે મને. મને મારું કઈ છીનવી લેવામાં આવતું હોય ને એવું લાગે છે અને તું જયારે મારી સામે આ રીતે જુવે છે, મને સખત ગમે છે. કાચી ખાઈ જાઉં ને તને એટલી ગમે છે”

એ મને જોઈ રહી,પછી એના મોઢા ઉપર એક મસ્ત સ્માઈલ આવી
“લાઈક યું ટુ, ચલ હવે મોડું થાય છે”

માર અખા નિબંધની સામે એનું ખાલી લાઈક યુ. સાલું એ દિવસે સમજાયું કે કોઈ ગમતું હોય તો એ વ્યકત કરવા માટે આ લાઈક યુ પણ પુરતું હોય છે.

એ પછી ઘણું બધું બદલાઈ ગયું. કીટલી ઉપરના ગપાટા અને મસ્તીઓ મેસેજ, મુવીઝ અને લોંગ ડ્રાઈવમાં બદલાઈ ગયા. બેસવાની જગ્યાઓ બલાઈ ગઈ, જીવનમાં એક ખૂણો વધી ગયો, જીવતો થઇ ગયો. કલ્ચરલ ઇવેન્ટના સેશન વધવા લાગ્યા.

અચાનક તમારી લાઈફમાં કોઈની એન્ટ્રી થઇ જાય તો ઘણું બધું બદલાઈ જતું હોય છે અથવા તો તમે બદલાવા દેતા હોવ છો. પરિવર્તન અનિવાર્ય છે.

કોલેજના એન્યુઅલ ફંક્શનનું ફાઈનલ રીહર્સલ પતાવી ને અમે લોકો બહાર આવી  રહયા હતા. બધા જ બહુ થાક્કી ગયા હતા, એ પણ. એણે મારો હાથ પકડેલો હતો અને એનું માથું મારા ખભા ઉપર હતું. એને હાથ પકડ્યો ત્યાં સુધી હું પણ થાકેલો જ હતો પણ પછી થાક થોડો ઓછો થઇ ગયો. મેં એને રોજની જેમ કહ્યું “હું મૂકી જાઉં છે ને તને”
“ના , મેં ડેડને ફોન કરી દીધો છે એ ગાડી લઇ ને આવે છે. આજે બાઈક ઉપર નથી જવું.” એ સાચે જ થાકેલી હતી.

થોડી જ વારમાં એના પપ્પા ગાડી લઇ ને આવ્યા અને એને લઇ ગયા. ખબર નહિ પણ ના ગમ્યું મને. મને ખરાબ લાગ્યું હતું. પણ કેમ એ મને નોહ્તું સમજાઈ રહ્યું. હું સમજુ વિચારું કઈ બોલું ત્યાં સુધી તો એ જતી રહી હતી. હું  મારા બાઈક તરફ જવા વળ્યોને હું ડરી ગયો.

“બહુ સીરીયસ થવાની જરુર નથી. તારી અને એની વચ્ચેનું અંતર એ તને એના બાપની ગાડી બતાવીને સમજાવી ગઈ. મારે તારી જોડે એના વિષે કઈ ચર્ચા નથી કરવી પણ આટલામાં સમજી જજે . લાઈફ છે યશ રાજની ફ્લ્મો નથી કે અંતમાં તમને હિરોઈન મળી જ જાય, મુક એને. કાલે મીટીંગમેં કેમ નોહ્તો આવ્યો ?”


એ પાછો આવી ગયો હતો. 

Comments

  1. very nice.....
    એક જીવતો માણસ મૃત્યુ પામે છે અને તમારો સાથે છોડી દે છે કે એક જીવતો માણસ સંબંધ છોડી ને તમારો સાથ છોડી દે છે એ? loved this...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર