Skip to main content

CHAPTER - 2

                                I QUIT                                              

                                               
એ પછી એ મને ખાસ્સા સમય સુધી ના મળ્યો. થોડા સમય પછી  મને દારૂ પીવાની સખ્ખત ઈચ્છા થઇ હતી. ઘણા બધા મિત્રોને પૂછ્યું પણ કોઈની પાસે કઈ પડ્યું નોહ્તું. કોઈ એ કહ્યું અત્યારે તો દારૂ ગોમતીપુર જ મળશે. ઈચ્છા એટલી તીવ્ર હતી કે હું ત્યાં જવા નીકળી ગયો. હું પેહલી વાર દારુ લેવા જઈ રહ્યો હતો. દાણીલીમડા વાળા રસ્તે થઇ ને હું કાંકરિયા પહોચ્યો. ત્યાંથી ડાબી બાજુ વળીને થોડે આગળ ગયો કે એક પુલ આવ્યો અને પુલ ઉતર્યા પછી સાવ અજાણ્યા વિસ્તારમાં આવી ગયો. એક જ શહરેમાં હોવા છતાં આ વિસ્તાર મેં આજ પેહલા ક્યારે પણ જોયો ન હતો. નાની પાતળી ગલીઓ, દર ચાર રસ્તા ઉપર ૧૦-૧૫ લોકો ઉભા થઇ ને ગપાટા મારતા હોય, મારું એકટીવા ત્યાંથી નીકળે અને એ બધાની આંખો મને આગલા ચાર રસ્તા ઉપર મૂકી આવે. થોડીવાર પછી મને લાગ્યું હું એક ની એક જગ્યા ઉપર જ ફરી રહ્યો છું. બધું સરખું લાગતું હતું રસ્તા, દુકાન, લાઈટ ,દુકાનોના નામ, મકાનોની બનાવટ અને માણસો.  મેં કોઈ ને પૂછવાનું નક્કી કર્યું લગભગ ૯ ગલ્લા સ્કેન કરી ને ૧૦માં ગલ્લા ઉપર ઉભો રહ્યો ત્યાં માત્ર બે જ લોકો હતા ને એ બેવ મારાથી પણ પાતળા હતા. મેં આખી સિગરેટ પીધી અને રાહ જોઈ કે પેલા બે લોકો જતા રહે , પણ એ  લોકો ના ગયા. મેં હિંમત કરી ને એડ્રેસ પૂછી લીધું.

“પેહલી વાર?” પાન વાળાએ હસતા હસતા પૂછ્યું. “હજુ એક બે વાર આવશો ત્યાં સુધી પૂછવું પડશે.” એને પેલા ઉભેલા છોકરા ને ઈશારો કર્યો. એ મને લઇ ગયા.

સહેજ જ ચાલ્યા પછી અમે એક પોળમાં એન્ટર થઇ ગયા, પોળ નોહતી પણ પોળ જેવું જ કઈ હતું અને અંદર એ પોળના ચોકમાં ખુલ્લેઆમ અમદાવાદમાં દારૂ વેચાઈ રહ્યું હતું. એ સમયે હું એક બાળક ચોકલેટની દુકાન જોઈ ને ખુશ થાય એનાથી પણ વધારે ખુશ થઇ ગયો હતો. મને ચંડીઘઢ નું લીકર મોલ યાદ આવી ગયું. મેં ફટાફટ એક બોટલ લીધી (R.S.ની.બજેટ એટલું જ હતું). હું ત્યાં થી બહાર નીકળતો હતો અને

“હે  હે .. આર.એસ. લીધું ?” બ્રાંડનું મજાક ઉડાવતા એક ભાઈ હસ્યા. મેં એમની સામે જોયું  અને કઈ જ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.

એ મારા મામા હતા. સગ્ગા.

એકટીવા ચાલુ કરી ને મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. મનમાં વિચારો ચાલુ થઇ ગયા, મારા રૂમના એક ચોક્કસ ખૂણામાં,  એક નાનકડો લેમ્પ ચાલુ કરીને બેસીસ સાથે PINK FLOYD વગાડીશ અને પીશ એકલો. આજે પીવાના કારણમાં દ:ખ નોહ્તું ટણી હતી. અચાનક મને મારી ટણીના ટુકડા થતા દેખાયા. સામે પોલીસ ચેકીંગ હતું. હું થોડે દૂર જ ઉભો રહી ગયો. ફાટી પડી હતી. મને દેખાઈ ગયું કે આવતી કાલના છાપાની હેડ લાઈન હું જ  છું. કંઈ જ ના સુજતા મેં બોટલ ફેંકી દીધી. પોલીસ વાળા એ બસ મારા કપડા કઢાવવાનું બાકી રાખ્યું હતું ,જાણે કે એમને  ખબર જ હતી કે હું બોટલ લઇ ને નીકળ્યો છું. મારી પાસેથી કઈ જ ના મળતા, કોઈ ઘરેથી ખાવાનું ના મળતા કુતરા જેમ નિરાશ થાય એવા મોઢા થઇ ગયા હતા બધાના. ઘરે આવતા સુધીમેં નક્કી કરી લીધું કે “I QUIT.” આજથી દારૂ લેવા જવાનું બંધ. કોઈ ને મોકલવાના જાતે નહિ જવાનું.  

ઘરે આવી ને એક બીજા ખૂણામાં ચુપ ચાપ બેસી ગયો. આપણને આમ ખબર નથી હોતી પણ જીવનમાં ખુણાઓનું ખુબ મહત્વ હોય. આપણી અંદર અને બહાર કેટલાય ખૂણા જીવતા હોય છે અથવા તો એ કેટલાય ખૂણાઓમાં આપણે જીવતા હોઈએ છે. હું જયારે એકલો પડું આમ લોનલી થાઉં ત્યારે આવી લાવારી કરતો હોઉં છું. વર્ષો પછી પેહલી વાર મને એવું  થયું કે આજે એ આવો હોત તો, સારું થાત. એટલામાં એક મેસેજ આવ્યો.

“ગધેડા, હું જીવું છું હજુ મરી નથી ગઈ , ક્યારેક તો યાદ કર.” મેસેજ પાછળ ૧૦ જેટલા સ્માઈલી હતા જેમાંથી ૮ ના અર્થ મને નોહતા ખબર.

“I QUIT” કોઈ પણ સ્માઈલી વગરનો રીપ્લાય કરી હું ફરીથી ગોમતીપુર જવા નીકળી પડ્યો .


Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર