Skip to main content

Posts

Showing posts from March, 2017

વારાણસી,એ શહેર નથી પરતું અનુભવ છે. ભાગ ૧

વારાણસી પહોચતાથી સાથે જ તમને લાગે કે તમે અનુરાગ કશ્યપની ફિલ્મનો કોઈ સબ પ્લોટ છો, ખાલી ખમ રાતનું એરપોર્ટ, એરપોર્ટનું પાર્કિગ ચલાવતા ઠેકેદાર, એમની હિન્દુત્વ ભરેલી આંખો, અને મન્ટું ડ્રાઈવર. કલાક સુધીનો ખાલીખમ્મ રસ્તો, એકલ દોકલ વાહન આંખના પલકારામાં નીકળી જાય. પોણો કલાક તમે એજ રસ્તા ઉપર ચુપચાપ ચાલ્યા કરો થોડી વાર પછી તમારામાં ભયની લાગણી પ્રેવશવા લાગે , આ ક્યાં જઈ રહ્યા છે ? રસ્તો સાચો છે ને?અકળાવી મુકે એવી શાંતિ અને ગાડીમાં ભોજપુરી ગીતોનો ધીમો અવાજ. અચાનક એક જ વળાંક સાથે તમે નીરવ શાંતિથી , ભયંકર પ્રચુર ઘોઘાટ અને ટ્રાફિકની વચ્ચે સપડાઈ જાઓ, ફરીથી એ જ સવાલો થવા લાગે, આપણે કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ગયા ને.? આ શેહેરમાં કઈ સુંદર કેવી રીતે હોઈ શકે ? ડ્રાઈવર  અજાણ્યા શહેરના એક ચાર રાસ્તે તમે ઉતારી દે. ગુગલ જણાવે કે તમારે તો હજુ અંદર જવાનું છે, પણ ત્યાં કોઈ ગાડી નહિ જઈ શકે, તમે રીક્ષા પસંદ કરો, એક રીક્ષામ સામાન અને તમે, જેવું શહેર રીક્ષાની બહાર એવુજ રીક્ષાની અંદર. રીક્ષામાં આગળ વધતા થોડા જ સમયમાં મને સુરત યાદ આવી ગયું, ચારે બાજુથી મા-બહેન,ભ અને ચ ના સ્વરો  ઓછા વધતા સ્તરે આવવા લાગ્યા