Skip to main content

Posts

Showing posts from August, 2015

CHAPTER - 4

THE FATHER ( બાપ) . એ બાઈક ઉપર પાછળ બેસી ગયો. હું સમજી ગયો કે આજે રાત થોડી વધારે જાગશે. એ ચુપચાપ બેસી રહ્ય હતો. હું મીરરમાંથી થોડી થોડી વારે પાછળ જોઈ લેતો અને દર વખતે મને એના ચેહેરા ઉપર એક જુદો ભાવ દેખાતો હતો. દરેક વાર એના ચેહરા ઉપર એક નવો સવાલ નવું વાક્ય હતું, આવતા જતા વાહનોની લાઈટથી બદલાતું વાક્ય. એ બધા વાક્યો અસંગત હતા. અને એની ચુપ્પી મને અકળાવી રહી હતી. તમને ખબર હોય કે તમે કોઈ ભૂલ કરી છે, તમે માનો છો કે  ભૂલ થઇ છે અને સામે વાળી વ્યક્તિને એનાથી ખોટું લાગ્યું છે  અને હવે તમે કઈ કરી શકો એમ નથી અને એ વ્યક્તિ , મનગમતી વ્યક્તિ તમારી સાથે છે, એ સમયે તમને ખબર હોય કે હવે બોલશે, લડશે, ગાળ આપશે કદાચ મારશે પણ ખરો અને તમારે પણ એ જ જોઈતું હોય છે. તકલીફ ત્યારે થાય જયારે એ કઈ પણ ના બોલે. તમારી અંદરનો અપરાધ ભાવ તમને ગૂંગળાવવા લાગે. તમને લાગ્યા કરે કે કોઈ જબરદસ્તી તમને પાણીમાં ડુબાડી રહ્યું છે અને તમે કઈ જ નથી કરી શકતા. “હવે કઈ ફાટીશ??” મારા થી ના રેહવાયુ. હું મીરરમાંથી એની તરફ જ જોઈ રહ્યો હતો. એ કંઈ બોલે એ પેહલા જ મને જોરથી એક જટકો લાગ્યો. બધું જ ધીમું પડી ગયું. મારી આંખો બંધ થઇ, એક