Skip to main content

Posts

Showing posts from July, 2012

હસ્તાક્ષર

આડી અવળી થોડી રેખાઓ હતી , ના કોઈ એનો આરંભ ના અંત . એક ઈંચ ની લંબાઈ માં અનંત સુધી ખેચાતી રહી એ રેખા , ક્યાંક તલવાર થી પણ ધારદાર ,જે મારા હાડકા ને કાપી ને આરપાર થઇ ગઈ , ક્યાંક લાવા થી પણ ગરમ , ઉકળતી , ચામડી ને બાળી નાખતી , તો ક્યાંક રૂ થી પણ હલકી કે પાપણો ને પણ ભાર ના લાગતી , ક્યાંક મને કચડી ને મારા શરીર નો ચૂરો કરી શકે એટલી શક્તી શાળી , કોઈ વાર ગોળ ગોળ ફરતા પોતામાં જ્ ખોવાઈ ને મને શોધી નાખતી , ગમે ત્યાં થી આવી , કલમ ચીરી ને આંગળી ફાડી નાખે એવી , તો ક્યારેક એણે આપલા ઘા ઉપર નો મલમ , વાક્ય નહી , શબ્દ નહી , અક્ષર પણ નહી માત્ર રેખા ,આડી અવળી  રેખા જેનો ના આરંભ ના અંત . અર્થ વગર ની , ભાવના વગર ની , સંવેદના વગર ની રેખા , લાગણી અને  સમજણ, થી પર. પણ લાગણીશીલ અને સમજુ એ રેખા .... મારા જીવન ની ઓળખ એ આડી  અવળી રેખા , એ તારા હસ્તાક્ષર  ,