Skip to main content

Posts

Showing posts from April, 2017

વારાણસી,એ શહેર નથી પરતું અનુભવ છે. ભાગ ૨

આમતો એક જ વારમાં બધું લખુવું યોગ્ય હતું, પણ બે ભાગ પાછળ મહત્વના અમુક કારણ છે. કારણ એક, અમુક અનુભવ હજુ થોડા શબ્દોના હકદાર છે, અને બે, એક પ્રસંગ વિષે લખવું કે ના લખવું એ અસમંજસ. છેવટે નક્કી કર્યું કે લખવું જ જોઈએ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. મણીકર્ણિકા ઘાટ. આ ઘાટ ઉપર હિંદુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, અહિયાં મૃત્યુ સરળ લાગે છે, સહજ લાગે છે. અહિયાં મૃત્યુ એક ઉત્સવ છે. સામન્ય રીતે મૃત્યુ સાથેની એક ખાલીપો તમને ઘેરી વળે છે, લાગે કે કઈક  અટકી ગયું છે, અને મારી સાથે કેમ  થયું જેવા કેટલાય પ્રશ્નોના વમળમાં તમે ખેચાતા જાઓ. પણ અહિયાં એક  સાથે એટલા બધા અંતિમ સંસ્કાર થઇ રહ્યા હોય કે તમને એવું ના લાગે કે તમે એકલા છો, ભલે વ્યક્તિઓ પરિવારો અલગ છે પણ લઘુત્તમ  સામાન્ય અવયવની જેમ દુઃખ પણ વહેચાઈ જાય છે. સતત તમને એ સત્યતા સમજાયા કરે છે કે આ અજુગતું નથી, જે જન્મ લે છે એ એક દિવસ મૃત્યુ પામે છે, દરેક જીવની એક એસ્ક્સ્પાયરી ડેટ નક્કી છે.  બીજું અહિયાં મૃત્યુ એ ઉત્સવ પણ છે, એક બે વાર અમે લોકો એ સાંભળ્યું કે નનામી ને ઢોલ નગારા સાથે લાવવામાં આવી છે, બધા જ નહિ પણ અમુક ચોક્કસ કોમ્યુનીટીમાં એવું છ