Skip to main content

Posts

Showing posts from May, 2016

પોપકોર્ન -

નોંધ : આજે જે લખવું છે એ માત્ર ફિક્શનલ, પેહલો વિચાર છે , કોઈના ફોર્મેટ કે આઈડિયાનું મજાક બનાવવા કે હાની પહોચાડવાની કોઈ જ વૃતી નથી . છેલ્લા થોડા સમય થી હું લપ્રેક (લઘુ પ્રેમ કથા) વાંચી રહ્યો છું જે એક નવું ફોર્મેટ છે મારી જાણ છે ત્યાં સુધી ૩ પુસ્તક બહાર આવ્યા છે , અને મને ત્રણેવમાં ખુબ મજા પડી છે , સાચે તો મને ફોરમેટમાં જ મજા પડી છે. (જબરા ફેન ફીલિંગ ) લઘુ પ્રેમ કથા, આજ ના સમય માં એકદમ સાંપ્રત વાત છે, આજ કાલથી પ્રેમ કથાઓ લઘુ જ હોય છે. (અપવાદ બધે જ હોય છે). હવે એ ઉપર થી વિચાર આવ્યો કે જો લપ્રેક ગુજરાતીમાં અમદાવાદના બેકડ્રોપમાં લખાય તો સખત ફની થઇ જાય અને એના ઉપર થી આ એક વિચાર આવ્યો જે પેહલો વિચાર જ છે જે શેર કરી રહ્યો છું.  લપ્રેક ૧  પોપકોર્ન એ બેવ એક એવી ફિલ્મ જોવા માટે સીનેપોલીસ ગયા જેની સાથે એમને સીધા કે આડકતરા કોઈ લેવા દેવા નોહતા. એમને એટલી ખબર હતી કે આ ફિલ્મ જોવા ખુબ ઓછા લોકો આવે છે. અલ્ફા મોલ જેવી જગ્યા ઉપર ભીડ સારી એવી હોય છે એકલામાં પકડાઈ જવા કરતા ભીડ માં ખોવાઈ જવું, એ એને સારો ઓપ્શન લાગ્યો. બેવ જણ કોર્નર સીટ ની ટીકીટ લઇ ને પોપકોર્ન લેવા ગયા. સીટ ઉપર બ