Skip to main content

Posts

Showing posts from May, 2012

Dear Daddy

D ear D addy…… 23-04-2011 D ear D addy, ખબર નહી કેટલો સમય થયો. પણ સારો એવો સમય થઇ ગયો તમને કઈ લખ્યું નથી. પેહલા તો sorry for delay. મને ખબર જ છે કે  ખોટું તો મારી વાત નું તમને કયારે પણ લાગતું નથી તો પણ કેહવું જોઈએ. તમને એક વાત પેહલા કઈ દઉં, કે હું તમને લખું છું એટલે મેં તમને માફ નથી જ કર્યા, હજુ પણ એટલો જ ગુસ્સે છું. બસ હવે મેં બોલવાનું બંધ કરી દીધું છે. તમને ખબર તો પડી ગઈ જ હશે કે તમારો ખોટો સિક્કો હવે ચાલવા માંડ્યો છે, મને ,હા મને કામ મળી ગયું છે. કામ પણ સારું છે, You know, status વાળું કામ છે અને પૈસા તો એનાથી પણ સારા છે . ૩ એક મહિના થી કામ કરું છું પણ આ વર્ષ માં ગાડી લઈશ એવું લાગે છે , નવી તમારી જેમ સેકન્ડ માં નહી .યાદ છે આપડે સાથે બેસી ને પ્લાન કર્યું હતું કઈ ગાડી લઈશું , મારે લગ્ઝરી કાર લેવી હતી અને તમનું હતું કે નાની ગાડી લઇ એ એવરેજ પણ વધારે આવે. અને છેવટે તમે બોસ તમારું જ ચાલે.પણ હવે નહી . હવે તમે થોડીવાર માટે લેટર બાજુ માં મૂકી દેશો કેમ કે તમારો ઈગો હર્ટ કર્યો ને મેં . સોરી . ચાલો મુદ્દાની વાત કરું , જેની રાહ જોઈ ને બેઠા છો, જીવ ઉંચો નીચો થતો હશે આ સંભાળવા માટે.