Skip to main content

Posts

Showing posts from November, 2011

INSTANT LOVE

             ગુરુદક્ષિણા માં તને આપડી જુદાઈ ના આપી શકું? એમ કહી ને અર્ણવ લગ્ન મંડપ માંથી ચાલ્યો ગયો. એનો ચેહરો ભાવહીન હતો પણ એની આંખમાંથી નીકળતા આંસુ અને ચાલતા પગ માં તાલમેલ હતો. અર્ણવ ત્યાં થી સીધો પોતાના પૈસે ખરીદેલા penthouse માં આવે છે . pink  Floyd નું good  bye  cruel  world  વગાડે છે. અને બહર હિંચકા પાસે આવી ને સિગરેટ સળગાવે છે. ગીત નો ધીમો ધીમો અવાજ આવ્યા કરે છે. સિગરેટ ના ધુમાડો જેમ હવામાં ખોવાતો જાય છે એન તે યાદો માં. અર્ણવ ૭ વર્ષ ૮ મહિના અને ૧૩ દિવસ પેહલા પંક્તિ ને મળ્યો હતો . એ final year માં હતો અને પંક્તિ fy માં હતી. અર્ણવ ફક્ત તેના ઘરના ની ખુશી માટે graduation કરી રહ્યો હતો , બાકી તેનું લક્ષ્ય તો સંગીત હતું પણ એના માટે music કેહવું વધુ યોગ્ય રેહશે કેમ કે એને વધારે rock માં રસ હતો. સામાન્ય રીતે દરેક કોલેજ નો છોકરો જે થોડું ઘણું ગીટાર વગાડી લેતો હોય એનું મુખ્ય સપનું તો rock star બનવાનું જ હોય છે. એવા છોકરાઓ માટે ક્રષ્ણ એ અશ્વથામા ને કહેલી વાત યાદ આવે કે " કઈ મેળવવાની ઈચ્છા રાખતા પેહલા તેને પામવાની ક્ષમતા કેળવવી પડે છે." અને અર્ણવ માં એ ક્ષમતા હતી . એ લખતો અન

સત્તા

 આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે  સરઘસ ને રેલી ના ટોળા ગજબ છે  એક રોટલા ના બે ટુકડા ને પામવાને ,  પોતાના ખિસ્સા ને ભરવાના સ્ટંટ છે  ચેહરા પર મોહરા ને મોહરા પર સ્માઈલ છે , ભાઈ ને પીઠ ને છોલવાની પણ style છે.  ટાંટિયા થયા છે રાંટા ને  આંખો માં છે મોતિયા તોય   દિલ માં તો બસ હજુ સત્તા નો ક્રેઝ છે   આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે  ચાર પાયા ની આ દુનિયા માં ખેંચમતાણ અનંત છે ટકવા અને ટકાવવા જરૂરી દમ છે અને , થોડું લપસ્યા તો ટેકા થી પણ ફેમ છે. લોહી ના ભૂખ્યા, બધા આ જમ છે.  જે  પેહરે છે ખાદી જેનો એક જ રંગ છે . ભુલીગયા છે એ કે સફેદ માં સાત રંગો નો સમન્વય છે. આ રાજ ની નીતિ ના કિસ્સા અજબ છે . પાંચ વર્ષે જાગતા આ  કુંભકર્ણ ના આ પૌત્ર છે, રિબાતી જનતા જેમનો  ફેવરેટ ટાઈમ પાસ છે. મને શું મળશે , અને મારું કેટલું એ જ સવાલો માં દુનિયા એમની વ્યસ્ત છે બહાર ક્યાંક એક આગ સળગે છે તેની ક્યાં એમને ખબર છે. સત્તા સાચે તો કોની છે, એ ભૂલી ચુક્યા છે. ગાદી પર બેઠા બેઠા ભૂલી ગયા છે કે હજુ અમને ભાન છે કે એક આંગળી ના ટપકા પર સત્તા એમની નિર્ભર છે. આ રાજ ની નીતિ ના ક