Skip to main content

Posts

Showing posts from October, 2011

Happy new year

હું એક વિચાર છું

           ધોધમાર વરસાદ ની ઠંડક થી આજે હાથ ઠરી ગયા હતા. કલમ પકડી શકે એટલી શક્તિ પણ આંગળીયો માં રહી ના હતી. લોકો(મિત્રો ) કેહતા મારી આંગળીયો જયારે લખવા બેસતી તો એ બાણ વરસાવતી હતી.પણ આજે આ કમાન બાણ ચલાવવા તૈયાર ન હતું. coffee ટેબલ પર પડી પડી ઠંડી થઇ ગઈ હતી. વરસાદ બંધ થયો એમ લાગ્યું. બારી ખોલી ને બહાર જોયું તો આકાશ કાળા ધબ્બાઓ થી ભરેલું હતું. સડક કોઈ વૈશ્યા ના ઓરડામાં પડેલી ચાદર ની જેમ પથરાયેલી પડી હતી. પવન, મારું એની દુનિયા માં ડોકાચિયું કરવા થી નારાજ હતો એમ લાગ્યું. સ્તબ્ધ થયેલા પવન થી ચારે બાજુ oxygen ની વાસ મારતી હતી.            વરસાદ પણ થપ્પો રમીરહ્યો હતો. અત્યારે તો અટકી ગયો હતો પણ ફરી શરુ થશે એ નક્કી હતું. કુદરત હમેશા પોતાના નિયમ ઉપર જ ચાલે છે. એની સામે માણસ બે જ કામ કરી શકે એક તો અભિભૂત થઇ ને એની સુંદરતા માણ્યા કરે નહિ તો એના પ્રકોપ તળે ચુથાતો ને કચડાતો રહે. નસીબ પણ એ કુદરતનું જ વિચિત્ર હથિયાર છે. જેના થી કુદરતે મારા ઉપર ઘા કર્યો છે.  એક માણસ સહજ સ્વભાવ છે જયારે ધાર્યું કામ ન થાય ત્યારે ઈશ્વર ને નસીબ ને વખોડવું.           વડીલો હમેશા કેહતા હોય છે ઈશ્વર ને ત્યાં દેર

Me and my X

        ચોમાસું બીજી કોઈ ઋતુ કરતા બે હૈયા ને નજીક આવવાનો ખુબ જ સારો સમય હોય છે. હૈયા ની સૌથી  સારી વાત એ હોય છે કે એમને પાસે લાવવા નથી પડતા આવી જાય છે બસ.મન મેળ હોય પણ સાથે સાથે સંકોચ હોય તો આ અવરોધ તો વરસતો વરસાદ જ ઓગાળી શકે છે. એક જ સમયે સ્ત્રી પુરુષો, નાના, મોટા બધા  એ કુદરતી ફુવારા નીચે નાહતા હોય અને કોઈ ને કોઈ વાત ની શરમ કે સંકોચ નથી હોતો. અને એમ પણ સંબંધો માં આદર હોવો જોઈએ શરમ કે સંકોચ નહિ.           ચોમાસા સાથે દરેક ની કોઈ ની કોઈ યાદ તો જોડાયેલી જ હોય છે. અમુક વસ્તુ ચોમાસામાં કરવાની ખુબ મજા પડે. મારી જ વાત કરું તો આજે અમદાવાદ માં ખુબ જ વરસાદ પડ્યો હતો. મારી ગાડી ના wiper full speed માં ચાલુ હતા અને આગળ કઈ પણ જોવું ખુબ જ મુશ્કેલ હતું . વરસાદ ના ટીપા ગાડી સાથે એ રીતે અથડાતા હતા જેમકે હુલ્લડ માં કોઈ પથ્થર મારી રહ્યું હોય .અને અમદાવાદ ના દરેક ચાર રસ્તે એક મીની કાંકરિયા બની ગયું હતું. હું ઘરે આવ્યો, રૂમ માં એક ડીમ light ચાલુ કરી, balcony નો દરવાજો ખોલ્યો અને કાલ રાત ની બચેલી jony  walker અને એક glass લઈને બેઠો. અને સાથે આબિદા પરવીન નો અવાજ .. વરસાદ , wisky અને અબીદા પર્વી

Me , March & Hospital

૨ માર્ચ ૨૦૧0 એક વિચિત્ર વાસ ચોખ્ખા ફર્શમાંથી આવતી જ રેહતી હોય છે. એ વાસ થી મને સખત ડર લાગે હમેશા એવું થાય કે આ વાસ એટલી હદ સુધી હાવી થઇ જશે મારી ઉપર કે હું ગૂંગળાઈ ને મરી જઈશ.  સફેદ કપડા માં ફરતા લોકો, પથારી પણ સફેદ , ચાદરો અને ફર્શ પર ના tiles પણ સફેદ એવું જ લાગે તમે already મરી ચુક્યા છો અને તમે સ્વર્ગ માં જશો કે નર્ક માં એના નિર્ણય માટે ના waiting room માં તમને બેસાડેલા છે. hospital , મને નાનપણ થી ખુબ જ બીક લાગે એની, જેટલી વાર એના દરવાજે ઉભો રહ્યો છું એક સ્વજન ગુમાવી ચુક્યો છું, hospital અને માર્ચ એ મારા માટે રાહુ અને કેતુ હતા .....ના..... છે  ધગધગતા માર્ચ ની બપોર અને કૃત્રિમ પથરાયેલી ઠંડી વાળી હોસ્પિટલ.બીમાર લોકો અને એના થી વધારે બીમાર લાગતા એમના સ્વજનોના ચેહરા. મને હમેશા આ જગ્યા વિચિત્ર લાગતી પેહલા કહ્યું ને waiting room જેવી. બધા જ એક પેલા રસ્તા પર ખેલ કરતા કરતબ બાજો લાગતા, એક પાતળી દોરી પર balance કરી ને ચાલવાનું અને જો પાર કરી ગયા તો જીવી ગયા નહિ તો........... આખી વાત માં એ કેહાવનું તો ભૂલી જ ગયો હું અહી કેમ છું....ખુબ સમાન્ય દિવસ જઇ રહ્યો હતો જ્યાં સુધી ઘરે થી