Skip to main content

Posts

Showing posts from June, 2012

બુરખો

બુરખો    તેની નસે નસ માં લોહી ની જગ્યા ઉપર ડર દોડી રહ્યો હતો. છતાં પણ તે હિમત કરી ને આગળ વધી રહ્યો હતો . હજુ તો રાત ના ૮ જ વાગ્યા હતા તો પણ રેલ્વે સ્ટેશન સુમસામ હતું . દૂર દૂર સુધી એક પણ માણસ નોહ્તો દેખાઈ રહ્યો હતો. દૂર થી કુતરા નો રડવાનો વિકૃત આવાજ આવી રહ્યો હતો . એ સિવાય ત્યાં એટલી શાંતિ હતી કે તે ઘણી વાર પોતાના શ્વાસ ના અવાજ થી પણ ડરી જતો હતો. તે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવી ને આમ તેમ જોવા લાગ્યો. ખાલી બેંચ ,બંધ પાટિયા , થોડો ગમેતેમ પડેલો સામાન અને કોઈ કોઈ જગ્યા ઉપર લોહી ના છાંટા. તેને થોડી વાર એક ખૂણા માં ઉભા રહી ને રાહ જોઈ. તે ઝડપથી બહાર ભાગી શકે અને બધી જ જગ્યા ઉપર નજર રાખી શકે એમ લપાઈ ને ઉભો હતો. એક વાર તેને લાગ્યું કે ટ્રેન આવી રહી છે પણ પછી તેણે છાતી ઉપર થોડીક ડાબી બાજુ હાથ મુક્યો અને ઊંડો શ્વાસ લઇ ને ફરી થી એક સાથે બધી જ બાજુ જોવા મથી રહ્યો હતો. થોડા સમય પછી તેને વિશ્વાસ આવી ગયો કે ત્યાં બીજું કોઈ નથી. એ થોડો આગળ વધ્યો.   નાસ્તા ની એક દુકાન નું પાટિયું અડધું ખુલ્લું હતું, તે સમોસા રાખવા ની પેટી ના કાચા માં પોતાને જોઈ શકતો હતો, તેના કપડા ચુથાયેલા હતા અને પરસેવે તરબતર હ