Skip to main content

CHAPTER - 1

Myth

દરેક માણસ પાસે પોતાનું એક મીથ હોવું જોઈએ. આટલું બોલી ને એ ગુસ્સામાં જતો રહ્યો. હું ત્યાં જ ઉભો ઉભો દૂર સુધી એને જતા જોતો રહ્યો. સ્ટ્રીટ લાઈટની છત્રીઓની નીચે ધીમા પીળા પ્રકાશના વરસાદમાં એ ઓગળી ગયો. મેં વિસ્કી પીધી, નીટ. આગ લાગી ગઈ ગળામાં , પણ ગમે તેમ કરી ને હું એ ઉતારી ગયો. એણે જ કહ્યું હતું લાઈફમાં ડખા હોય ત્યારે કોરું પીવું. પૈસા પણ બચે.

થોડા સમય પછી એ વિસ્કી લોહીમાં મળી ગયું અને પછી પુર ઝડપે દોડવા લાગી બધું જ ગોળ ગોળ ભમી રહ્યું હતું અને ઘણું બધું અટકી ગયું હતું. એ કેમ આવું કહી ને જતો રહ્યો ? હા મારી પીન હજુ ત્યાં જ ચોટેલી છે. એ મને કઈ ખાસ નથી ઓળખતો પણ અમે વર્ષો થી ચોક્કસ સમયાંતરે મળ્યા કરીએ છે. અમે પેહલી વાર મળ્યા જયારે હું ૧૨મિ માં અકાઉન્ટ માં ફેલ થયો હતો. ઘરે થી ફટકા પડ્યા હતા એણે આવી ને કહ્યું થાય થાય શીટ હેપન્સ , દારુ પી ને બધું જ ભૂલી જવાનું. સાલું દારૂનું જબરું ઓબ્સેશન હતું મને. હું પણ દારૂ વિષે ખુબ વાંચતો હતો. મજા આવતી હતી. એક્ઝામ ભલે ગમે તેવી જતી પણ મને એવું જ લાગતું હતું કે મસ્ત પેપેર ગયું છે. એના કારણે હું બીજા લોકોની જેમ આગળ દિવસમાં અટકી નોહ્તો રેહતો, આવનારા દિવસોની તૈયારીમાં રેહતો હતો. ધીમે ધીમે દારૂ એ મારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન બની ગયુ હતું. હા, પણ વાત દારૂની નથી મીથ ની છે. પણ મારી બધી જ વાતો દારૂ સાથે જોડાયેલી  છે.  એ લાઈફ ને ખુબ કેઝ્યુઅલ રીતે જીવવા માંગતો હતો, જીવતો હતો. એ એમ કહેતો કે કાલે શું થશે એ વિચારવાના ચકકરમાં અત્યાર એક પણ ક્ષણ ગુમાવી દેવી એનથી મોટું મૂર્ખતાનું કામ કોઈ જ નથી. અને વાતો વ્યકત કરવાની એની એક આગવી શૈલી હતી , ઘણીવાર મને ખબર હોય કે આ સાવ નોનસેન્સ વાત છે પણ એ એને એવી રીતે વ્યકત કરે એ હું એ વાતમાં માનતો થઇ જાઉં. હું એના ઉપર ડીપેન્ડેન્ટ થવા લાગ્યો. એની એક આદત ક્યારે મને સમજાઈ  નોહતી એ દોસ્તી માપતો હતો. એક થી દસના સ્કેલમાં.  અને સાથે મને એ પણ કેહતો જે લોકો દોસ્તી માપતા હોય ને એમની દોસ્તી પણ માપની જ હોય, એ લોકો એક બીજાના જીવન માટે એક ફેઝ હોય બસ બીજું કઈ જ નહિ. પણ આ ફેઝ બહુ જરૂરી છે, આ ફેઝ તમને એ લોકો નું મહત્વ સમજાવે છે જ્યાં તમારે દોસ્તી માપવી નથી પડતી. અમારી દોસ્તી માત્ર એક ફેઝ છે એ સાંભળીને મને દુ:ખ થતું હતું. એક વાર મેં એને પૂછી નાખ્યું
તારી બધી વાત સાચી પણ જો કોઈ એક વ્યક્તિ માટે એ સંબધ એક ફેઝ છે અને બીજા વ્યક્તિ માટે એ ફેઝ નથી તો? બીજો દોસ્તી માત્ર એટલા આવું બધું કરે છે કેમ કે પેહલા ને ગમે છે, તો ?

એ મારી સામે તાકી રહ્યો, અને પછી કઈ જ બોલ્યા વગર સિગરેટ પીવા લાગ્યો. એ દિવસે એણે મારી સાથે આંખ નોહતી મળાવી. એ દિવસે અમે બંનેવે એકલા પીધું , એ પણ કોરું.

એ દિવસે કદાચ અમને બેવ ને સમજ આવી કે

“દારૂ પીવાથી દુઃખ ઓછું થાય છે એ મીથ જ હતું."


Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર