Skip to main content

વારાણસી,એ શહેર નથી પરતું અનુભવ છે. ભાગ ૧


વારાણસી પહોચતાથી સાથે જ તમને લાગે કે તમે અનુરાગ કશ્યપની ફિલ્મનો કોઈ સબ પ્લોટ છો, ખાલી ખમ રાતનું એરપોર્ટ, એરપોર્ટનું પાર્કિગ ચલાવતા ઠેકેદાર, એમની હિન્દુત્વ ભરેલી આંખો, અને મન્ટું ડ્રાઈવર. કલાક સુધીનો ખાલીખમ્મ રસ્તો, એકલ દોકલ વાહન આંખના પલકારામાં નીકળી જાય. પોણો કલાક તમે એજ રસ્તા ઉપર ચુપચાપ ચાલ્યા કરો થોડી વાર પછી તમારામાં ભયની લાગણી પ્રેવશવા લાગે , આ ક્યાં જઈ રહ્યા છે ? રસ્તો સાચો છે ને?અકળાવી મુકે એવી શાંતિ અને ગાડીમાં ભોજપુરી ગીતોનો ધીમો અવાજ.

અચાનક એક જ વળાંક સાથે તમે નીરવ શાંતિથી , ભયંકર પ્રચુર ઘોઘાટ અને ટ્રાફિકની વચ્ચે સપડાઈ જાઓ, ફરીથી એ જ સવાલો થવા લાગે, આપણે કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ગયા ને.? આ શેહેરમાં કઈ સુંદર કેવી રીતે હોઈ શકે ?

ડ્રાઈવર  અજાણ્યા શહેરના એક ચાર રાસ્તે તમે ઉતારી દે. ગુગલ જણાવે કે તમારે તો હજુ અંદર જવાનું છે, પણ ત્યાં કોઈ ગાડી નહિ જઈ શકે, તમે રીક્ષા પસંદ કરો, એક રીક્ષામ સામાન અને તમે, જેવું શહેર રીક્ષાની બહાર એવુજ રીક્ષાની અંદર.

રીક્ષામાં આગળ વધતા થોડા જ સમયમાં મને સુરત યાદ આવી ગયું, ચારે બાજુથી મા-બહેન,ભ અને ચ ના સ્વરો  ઓછા વધતા સ્તરે આવવા લાગ્યા, પરતું એક પણ  સ્વર આવેશમાં આવી ને બોલાયેલો નોહ્તો,સહજ હતો, વાત-ચીતનો ભાગ હતો, અને ફરી રીક્ષા વાળા એ પણ એક જગ્યા એ ઉતારી દીધા, અહિયાં  ક્લેરિટી નહિ કરવાનો અને ઉતારી દેવાનો રીવાજ છે. (આ વાક્યને માત્ર સ્થૂળ અર્થમાં ન લેવું, સુક્ષ્મ અર્થ સુધી જવા પ્રયત્ન કરવો )

હોટલના માણસોની રાહ જોઈ, થાકેલા મિત્રો ને જોયા, થયું મને એકલાને જ આ સવાલો થાય છે કે પછી, પણ ત્યાં જ એક મિત્ર હસતા-હસતા બોલી ઉઠી કે “સાલું અઘરું છે ,બધું” અને તમને એ હાસ્યની પાછળની ગંભીરતા સમજાઈ ને હાંશકારો થાય. જાતે જગ્યા શોધવાનો નિર્ણય , વારાણસીની ગલીયો મ્યુઝીયમ બની જાય અને અને તમે એના એક્ઝીબિટ, દરેક લોકો ,અરે ગાય અને કુતરા પણ તમને જર્જ કરી જાય. કોઈ ખાસ કઈ બોલે નહિ, અને બોલે તો સમજાય નહિ કે આને મદદ કરવી છે કે દાદાગીર.

अबे पूछोगे नहीं ! कहाँ जाना है ?”
“सिंधिया घाट तो बस बगलमें है”
“थोडा आगे हो जाओ बे”

ગમે તેમ અથડાતા કુટાતા , એક જગ્યાએ પહોચ્યાં, હોટેલ માટે પણ સવાલ ઉભા થઇ ગયા હતા અને ત્યાં, જ એક જગ્યા મળી, એ જ હોટેલ ,અંદર જતાની સાથે મારું પેહલુ રીએક્શન હતું “મેહનત વસુલ છે” ,

હોટલની બહરનો ભાગ જ્યાં એક ટેબલ અને ચાર ખુરશી લાગેલી છે, ઉપરથી જે ગલીયોમાંથી અમે આવ્યા હતા એની સામે એટલી તો મોટી આ જગ્યા કે ત્યાંની ૩૫ એક દુકાન ત્યાં આવી જાય અને , બીજી બાજુ , સિંધિયા ઘાટ, અને આગળ પોતાની મસ્તીમાં રાતની ચાદર ઓઢીને વેહતી જાજરમાન ગંગા નદી. દુર એક બોટ નદીમાં ચાલી રહી હતી અને અમે ૨૦૧૭થી સીધા ૭૦ની સાલાની ફિલ્મોની દુનિયામાં આવી ગયા.

રૂમ જોયા, કોઈ વ્યુ કે ક્શાની બહુ પરવાહ ન કરી ખાવાનું મંગાવ્યું, ટેસથી પીળા કરલથી ભરચક દાળ અને જીરા રાઈસ  ખાધા અને સુઈ ગયા.

બીજા દિવસની સવારે તમને અચાનક ઉઠાડવામાં આવે, ઝબકીને તમે ઉઠો, માથામાં સણકા વાગી જાય, કોઈ કારણ વગર તમને ઉઠાડવામાં આવ્યા છે, તમે વધારે અકળાઈ જાઓ અને પછી મિત્ર માત્ર એક ઈશારો કરે, રૂમની બારીઓના પડદા હવે ખુલેલા હતા, બારીની બહારની બહાર નજીકની મંદિરની ધજા દેખાઈ રહી હતી, ધજાથી નીચે ઘાટ અને ઘાટની આગળ હમણા જ ઉઠી પોતાના જ પાણીમાં મોઢું ધોઈ રહેલી ગંગા નદી અને એને એનું રૂપ આપવા દુરથી આવતો સૂર્યનો પ્રકાશ. બસ બધું જ સ્થગિત થઇ આવ્યું, સ્થિતપ્રજ્ઞ, ધીમે ધીમે સૂર્ય આખો દેખાતો થયો, એનો પ્રકાશ વધ્યો,આંખોમાં વાગ્યો અને એરકન્ડીશન વાળા રૂમમાં જયારે ગરમી અનુભવાઈ ત્યારે ભાન આવ્યું કે બે કલાકથી બસ એ જ જોઈ રહ્યો છું, ના કોઈ બીજી વાતચીત, બસ મારા  મન અને એ દ્રશ્ય વચ્ચે કઈ સંવાદ થયો , થયો હતો ? બીજા દિવસની આલ્હાદ્ક સવાર.....

સવાર અને ચા નો કઈ અલગ જ સંબધ છે , જન્મોથી. પણ વારાણસીને ચા ની સુગ હોય ને એવું લાગ્યું, એક સ્થળ એવું નોહ્તું ૪ દિવસમાં કે જ્યાં સારી ચા મળી હતી. (આપણા ગુજરાતીઓ અને ચા પ્રેમીઓને જરા આ સમસ્યા રેહવાની હતી. )

વારાણસી, ગંગા કિનારે આવી તો ગયા, હવે કેહવાય છે કે ગંગામાં ડૂબકી લગાવીને તમારા તમામ પાપ  ધોવાઈ જાય,હવે હું જરા આ બધામાં માનતો નથી અને જે માનતા હોય એમની સાથે મને વાંધો પણ નથી, પણ મને જરા પાણીની થોડીક બીક ખરી. તમારી સાથે તમારાથી જોરદાર મિત્રો હોય ત્યારે આ બધી બીક નકામી છે, અને તમે જેનાથી ડરો છો એ કામ તમારી સામે લઇ ને ના આવે તો એ મિત્રો પણ ના કેહવાય, એટલે અમે ગંગામાં ડૂબકી લગાવી. એટલે અમારા પાપ ધોવાઈ ગયા ? પાપતો ખબર નહિ પણ પાછા હોટેલ ઉપર જઈ ને તરત જ નાહવું પડે એવી તો ગંગા હવે થઇ ગઈ છે, 
પણ આ પ્રસંગ પેહલા એક વ્યક્તિ મળી જે અમારી સાથે આવનારા ચાર દિવસ સતત રહેવાની હતી. કલ્લુ માજી અને એમનો દીકરો અભિષેક. કલ્લુ માજી આમ સારા, સ્વભાવમાં કઈ એબ નહિ પણ જીવનમાં નાવ અને ગંગા અને એક બે ખરાબ આદતો સિવાય કઈ નહિ. (ખરાબ આદતો એ મારું અનુંમાન છે, સચું ખોટું તો એ જ જાણે.) એમની સાથે વાતચિત થઇ કે સામે કિનારે જઈ ને ડૂબકી મારવી છે , તો એમના દીકરા સાથે બોટમાં જવાનું નક્કી થયું. હવે સવારે આમ તો સૂર્યની ગરમી વધી રહી હતી પણ નડે એવી નોહતી એવા સમયે અમે ગંગા નદીમાં બોટમાં બેસી ને જઈ રહ્યા હતા, જેમ જેમ અમે સામે કીનારે જતા ગયા, વધારે ને વધારે ઘાટ દેખાઈ રહ્યા હતા , માણીકર્નીકા , સિધિયા, હોટેલ જુકાસો વાળો ઘાટ, લલીતા ઘાટ ઉપરની મોટી પાણીની ટાંકી, મસાન ફિલ્મમાં દેખાઈ રહેલો એ બ્રીજ, બધું જ મજાનું હતું, સુંદર હતું, આમાંથી કશું જ ૨૦૧૭ જેવું લાગતું નોહ્તું બધું જ અલગ હતું , એક અલગ કાળ , અલગ સમયની લાગણી હતી. અચાનક મને ભાન થયું કે અભિષેક કઈ બોલી રહ્યો હતો, એ જે રીતે વાત કરતો હતો, એની રીત મજાની હતી, થોડી બદમાશ આંખો, કટાયેલું શરીર અને જુઠ બોલવાની ગજબ આવડત હતી એ ૧૫ એક વર્ષનાં લબરમૂછિયામાં. એણે એક રીતે અમને બધાને મોહી લીધા હતા, સામે કિનારે  આવી ને અમે નક્કી કર્યું કે હવે તડકો વધી રહ્યો છે પણ સાંજે આરતી  જોવા જઈશું તો અભિષેકને લઇ ને જ જઈશું.  એ પણ ખુશ થઇ ગયો.

અમે રૂમમાં આવી ને વારાફરથી નાહવા ગયા અને ટુકડાઓમાં આ માજી અને એના જીવન વિષે વાતો કરતા રહ્યા. અભિષેક ના કેહવા પ્રમાણે એ ૯ માં ધોરણની પરીક્ષા આપી ચુક્યો હતો, પણ અમને લાગ્યું કે નહિ જ ભણતો હોય , કલ્લૂ માજીના જીવનમાં બીજું કઈ જ નથી, એના દાદા ના સમય થી બધા ઘાટ ઉપર નાવ ચલાવે છે અને આગળ પણ એ જ કામ હશે, અભિષેક તો તૈયાર થઇ ગયો છે અને નાના ભાઈની ટ્રેનીગ પણ શરુ થઇ ગઈ છે. આ વાત મને બહુ પચી નહિ આ કોઈનું જીવન લક્ષ્ય કેવી રીતે હોઈ શકે ? પણ ખેર, હું તો અહિયાં મારા પ્રશ્નોના જવાબ શોધવા આવ્યો છું આ નવા પ્રશ્નોમાં કેમ જવું ?  
વારાણસી સાથેનો સૌથી મોટો અનુભવ હવે શરુ થવાનો હતો, સ્થિતપ્રજ્ઞ વારાણસી. સવારના અગિયાર એક વાગે અમે વારાણસીમાં અંદર , ખાવાનું શોધવા નીકળ્યા, થોડું રીસર્ચ કરી ને ગયા હતા એ જગ્યા એ જવું હતું પણ અમુક જગ્યા ખાસી એવી દુર હતી, એક નાનકડા ખુમચા ઉપર અમે કચોડી ભાજી ખાધી, ૯૬ રૂપિયામાં ૪ જણાએ પેટ ભરીને ખાઈ લીધું, પાછી બ્લુ લસ્સી ઉપર જઈ ને લસ્સી દબાવી પણ અનુભવ આ નોહ્તો , અનુભવ હતો અહિયાંની સાંકડી , નાની ગલીયો , ઘણીવાર તો આપડી પોળ અને માણેકચોક પણ મોટા અને પહોળા લાગે એટલે સાંકડી ગલીયો હતી એ. ભાર બપોરે પણ તાપ ના અનુભવાય એવી સાંકડી , ગીચ અને હઠીલી ગલીયો હતી. અઢળક દુકાનો, લસ્સી વાળો  કચોડી વાળો, ચાટ વાળો, સાડી વાળો અને વગેરે વગેરે, દરેક ને ત્યાં ગ્રાહક હોઈ નહિ અને તો પણ દુકાનદાર કઈ નું કઈ કર્યા કરતો હોય, એક પેરેડોસ્કમાં ફસાઈ ગયું છે એ શહેરે.

બીજા દિવસે અમે થોડું શહેર તરફ ફર્યા , અને એવું  લાગ્યું આ શહેર આઈડેનટીટી ક્રાઈસીસથી પીડાય છે. ઘાટ અને તેની નજીકનું વારાણસી અને આધુનિક શહેર બનવા મથતું વારાણસી.  જુનું વારાણસી એની ઓળખ છે એ છોડવા તૈયાર નથી અને બાકીના વારાણસીને તો વિશ્વની હોડમાં ઉભા રેહવું છે, નવા અને અત્યાધુનિક થવું છે, તે આ શહેરની સૌથી દુઃખદ વાત છે. સરસ અને સતત દેખાઈ રહેલા જુના બાંધકામ વચ્ચે એક બંધ પડેલો કાચનો મોલ, એક નવી ઢબનું મકાન આ  બધું જ આંખમાં ખૂંચતું હતું, શહેર પોતાને બેવ બાજુથી ખેચી રહ્યું હતું.

બીજી એક મને ન ગમી એવી વાત , ખોટા ઈઝમ એના મૂળ સુધી. હવે આને વશે વધારે કઈ  કેહવાનું નથી રેહતું સમજદારને ઈશારો કાફી.

ગંગા આરતી એક અનેરો અનુભવ છે, બેવ બાજુથી જોવી,  એક નદીમાં બોટ ઉપર બેસી ને અને બીજું પાછળ ઘાટ ઉપર થી, એક સાથે આટલી જન મેદની હર હર મહાદેવ અને  નમ: પાર્વતી કરી ને હર બોલાવેને સાહેબ રૂવાંટા ઉભા થઇ જાય, ભલે ને તમે ગમે તે ધર્મના હોવ. ગંગા આરતી પ્રતિક છે શ્રદ્ધાનું , વિશ્વાસનું. હજારો સમુદ્ર આંખમાં સમાવીને  લાવેલી આંખો ને ત્યાં ખાલી થતા જોઈ અને એક નદી એ હજારો સમુદ્રો પોતાનામાં સમાવી લીધા. ગંગાની આ ક્ષમતાને કારણે જ કદાચ એની પૂજા થતી હશે.

પીઝેરીયા વાટિકા, અભિષેકનો થાક, ગ્લુકોવીટાનો ડોઝ, રેડાર, અને મન મૂકીને પીવું ને મન મૂકી ને ફરવું, ભાંગથી પપ્રયત્ન પૂર્વક દુર રેહવું. મંદિરમાં પંડા પાસે ઠગાઈ જવું (હા આ ત્રાસ છે ત્યાં ), નદીમાં કઈક એવું જોઈ લેવું જે ઉઘ ઉડાવી મુકે. સેશન અને વાતો, ગુલઝાર સાથે વીતેલી રાતો.....ટૂંકમાં ૫ દિવસમાં એક લઘુનવલ બની શકે એટલું મળ્યું છે ત્યાંથી. 

જયારે પણ જીવનમાં એમ થાય
“મારી અંદર થઇ કોઈ કેહ છે મને ખલીલ,
બેસ,હમણાં શાંત પાડવા દે મને”

એ વારાણસી જવાની યોગ્ય અવસ્થા છે. અમે ચાર લોકો, બે વકીલ, એક એન્જીનીયર અને એક નાટકીયો, ચાર લોકો ચાર દિવસમાં પોતાપોતાનું વારાણસી જીવી ને આવ્યા છે,, આ શેહેર પાસે એ આવડત છે,દરેક ને કઈ જુદું આપે છે,  કઈ જુદું લઇ લે છે. અમે અમારું પોતીકું વારાણસી લઇને આવ્યા છીએ.
ઘણા લોકોને થયું હતું , વારાણસી ? ફરવા ? ત્યાં ફરવાનું શું છે ? અને ચાર ૨૮ વર્ષના લોકો બ્રેક માટે વારાણસી થોડી જાય?

જવાબ : ભાઈ અમે આવા જ છીએ. અમારો પંખો જરા ફાસ છે.
...
અર્પણ : વારાણસીને, ઈન્ડી ગો ના ખરાબ પાઈલટ ને, (જીવ હાથમાં આવી ગયો હતો સાહેબ ) બ્લુ લસ્સી વાળા કાકા ને, ગંગા નદી ને, ઘાટ પરના બાબા અને આઘોરીઓને, ગાંજાની એ ખુશ્બુ ને અને સૌથી મહત્વના, ખુશી , મનન અને ધર્મરાજને.   

નોંધ : જોડણીની ભૂલ હશે જ , બહુ વખતે બ્લોગ ઉપર પાછો ફરું છું તો એ ભૂલચૂક લેવી દેવી. 












Comments

Popular posts from this blog

નનામી

આજે જે કઈ પણ લખી રહ્યો છું એ વાર્તા , કલ્પના કે ફિક્શન નથી બસ લાગણીઓ છે, એના કરતાં પણ સ્પષ્ટ કહું તો માત્ર ગુસ્સો. બે એક દિવસ થી કામમા હતો એટલે ન્યુઝ જોઈ શકતો નોહ્તો માટે આજે સવારે ન્યુઝ જોયા ત્યારે ફરી થી લોકો રસ્તા ઉપર ભેગા થઇ ગયા હતા, વાત એ જ્ હતી પણ કદાચ એ મારા માટે પેહલા કરતાં પણ વધારે ક્રૂર હતી ,  ફરી એ જ્ શહેર. અને આ વખતે વિક્ટમ એક પાંચ વર્ષ ની છોકરી,  સાચું કહું છું રુવાંટા ઉભા થઇ ગયા હતા, પેહલા બે ત્રણ મીનીટ તો ન્યુઝ વાળા બીજુ શું બોલ્યા કઈ જ્ ખબર નથી પણ હા પછી ખબર પડી કે કોઈ ડીબેટ ચાલી રહી હતી , એ જ્ બધું પોલીસ રિપોટ નોહતી લખી રહી. કોઈક એમ એલ એ  એમ પણ કહ્યું કે આ તો પોલીટીક્સ થઇ રહી છે, ગાળ બોલવા ની ઈચ્છા થઇ ગઈ હતી , ઈનફેક્ટ બોલી પણ ગયો હતો, એક બાજુ આવી ઘટના બની ગઈ છે અને બીજી બાજુ એ લોકો  ને પોતાની પોલીટીક્સ સિવાય બીજું કઈ સુજતું નથી . પછી યાદ આવ્યા એ આંકડા જે ગેંગ રેપ્ વખતે સાંભળ્યા હતા , ૨૦૧૨ મા ૨૧૦૦૦ રેપ કેસ  નોધાયા હતા , રાજધાની દિલ્લી મા કઈ ૬૦૦ ઉપર્ કેસ નોધાયા અને એમાં થી માત્ર એક નું જ્ નિરાકરણ આવ્યું છે. અને આ માત્ર નોધાયેલા કેસ છે આ...

में मर चूका हू

मुझे लगता है मेरे आस पास सब कुछ मर गया है सूरज की रौशनी से ले के मेह्बुब की  आँखों का नूर सब कुछ बेजान सा लगा रहा है पहले  जो संगीत हुआ करता था, एसी चिडियों की आवाझ से अब डर सा लगा रहता है, मुझे समज नहीं आ रहा था अब तक की क्या हो रहा लेकिन अब जाना है की दरसल में मर चूका हू. और फिर भी एक सवाल है जो  मुझे छोड़ नहीं रहा है में आखिर था  कोन ? में रचेयता था  , या में रचना था  ? में रौशनी था , या में अंधकार था  ? मेह्बुक की पुकार था , या मजलूम की चीख था  ? और मेने ऐसे किया तो क्या था के मरने के बाद भी मुझे चेन नहीं है . हमेशा जुंड में चला , जो समूह ने कहा वही मेरी आवाज थी , मेने सिर्फ अपनी परवाह की तो क्या गलत किया ? सूखे पेड से ले कर , जहरीले समन्दर तक में ये सब पूछ आया कसी ने मुझे कुछ नहीं कहा. शायद वो भी मेरे प्रतीक बन गए थे , अब वो भी सिर्फ अपनी ही परवाह कर रहे थे , पर एक लाश को मेरे पे रहेम आया. मेरे हर सवाल का जवाब देने वो लाश भगवान बन के आई थी बड़ी बेरुखी से बतलाया उसने में इन्सान था . में इन्स...

हम/ मैं / तूं /......

चल तुजे एक खुशखबरी सुनाता हूँ. अब उन सब बातोंमें मत जाना के इतने दिन कहाँ था ? क्या किया? तुजे तो पता है लॉस्ट हो जाना अब मेरा पात्र है. तुजिसे जो सिखा है. पर इस बार में लॉस्ट होने को नहीं गया था. इलाज के लिए गया था. फोन लगाने से पहले एक बार पूरा पढ़ ले. में अभी ठीक हूँ और ये इलाज बहोत इमोशनल लेवल पे है न के फिजिकल, तोह की चिंता मत कर. दरअसल पक चूका हूँ , मर चुका हूँ, और मुझे जीना है. में मानता हूँ के प्यार दुनियाकी सबसे खुबसूरत चीज़/ईमोशन है , लेकिन ये ही सबसे भद्दा भी है. में मानता हु अगर किसी से प्यार करो तो टूट के करो, पूरी शिद्दत से करो लेकिन ये ऊम्मीद मत रखोकी वो भी तुमसे इतना ही प्यार करे. अब ये जो सेकंड पार्ट है उम्मीद वाला वो साला डिफिकल्ट है. इतने साल तो कोई ख़ास दिक्कत नहीं हुई पर अब हो रही है. शायद में इनसिक्योर हो गया हूँ एसा मान सकती हो. पर कोई उम्मीद न रखना पोसिबल नहीं है, कुछ समय के बाद कुछ टूटने लगता है , आईने जेसा, और उस काच के टूकडे अंदर से चुभने लगते. और खून साला आँखों से निकलता है.  में अब इंतजार नहीं कर सकता, इसका मतलब ये नहीं है के कोई जवाब या रिएक्शन चाहता हू...