Skip to main content

રવિવાર ની સવારે




               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.
                            પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ મારી સામે જોયું.
"લેશો ? " એ બોલ્યો.
મેં કોઈ પણ પ્રકાર ની આમન્યા રાખ્યા વગર એક સિગરેટ લઇ ને પીવા માંડી.
"ખુબ જ  સરસ જગ્યા છે . એકદમ શાંત . હું અને મારા પાપા અહિયાં દર રવિવારે સવારે આવતા" એણે બોલવાનું ચાલુ રાખ્યું . 
પણ મારું ધ્યાન તો માત્ર સિગરેટ તરફ જ હતું. પછી મને ભાન થયું કે સિગરેટ પણ એની જ હતી એટલે થોડી તો વાત કરી લેવી જોઈએ .
" હા સારી જગ્યા છે" મેં કહ્યું અને પાછો સિગરેટ ના ગોલ્ડન પફ તરફ વળી ગયો.

અને એ ગોલ્ડન પફ ની સાથે સાથે હું મારી ગઈકાલ ની મદહોશ રાત માં ખોવાઈ ગયો. હવે એ રાત ગઈકાલની હતી કે એની પેહલાની હતી એ યાદ નથી. પણ અમુક મિત્રો સાથે મદહોશ કરી નાખે એવું કાળું પાણી પીધું હતું, કેટલું પીધું એ યાદ નથી. શું કર્યું હતું એ યાદ નથી. બસ ઉઠ્યો ત્યારે ખબર પડી ક હું જીવું છું . એ જે પણ હોય, ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ માં ઘરે બેસી ને પીવા જેવી મજ ના. એક એક ઘુટ માં  મારું ઘર ઇન્દ્રલોક બની રહ્યું હતું અને હું ઇન્દ્ર.અને એવા માં જાણે ભ્રમાં મને પૂછી રહ્યા હોય 
"તમારું નામ શું છે ?"  પેલા છોકરા એ પૂછ્યું .
અને હું ઇન્દ્રલોક માં થી પૃથ્વીલોક પર પાછો ફર્યો અને ધોળા દિવસ નું એ સપનું તૂટયું .
જવાબ આપવા ની કોઈ જ ઈચ્છા ના હતી પણ એની સિગારેટ પીતો હતો એટલે વાત કરવી પડી.
"હાર્દિક " મેં કહ્યું
નામ કહ્યા પછી એના વર્તન માં ફેર આયો. એ એચાનક જ પોતાપણા નો ભુઅવ વરસાવતો ગયો .સવાલો ની લડી અને વાતો, અર્થ વગર ની ,અંગત , જાહેર, દેશ દુનિયાની, અલક મલક ની વાતો . થોડી વાર પછી તો મને પણ એની સાથે વિતાવેલા એ ચાર ક્ષણ વર્ષો જેવા લાગવા માંડ્યા હતા અને પેલો અજાણ્યો મારો નાનપણ નો મિત્ર ના હોય. 
પોતાપણું વધારવા અડધો કાકલ ની વાતો પછી અમે એક બીજાને તુકારા થી બોલવાનું નક્કી કરી લીધું હતું.અને એવા માં અચાનક એ બોલ્યો.
" તારા માતા પિતા શું કરે છે?"
હું થોડો અટકયો ને બોલ્યો
" મમ્મી , ગુજરી ગયા વર્ષો થયા"
અને "પાપા"  એને પૂછ્યું .
ફરી થી એક અસ્વસ્થતા સાથે મેં જવાબ આપ્યો ક એ એમને કામ માં નથી નિવૃત્તિ લઇ લીધી છે.
"ક્યાં છે ?"  ખબર ની પણ ખુબ જ  સીધા સવાલો પૂછી રહ્યો હતો એ.
                    હવે હું અટકી ગયો. એક જ જટકે બોલી નાખવું હતું અપન બોલાયું નહિ. ભૂતકાળ અચાનક એનો તોફાની રથ લઇ ને આવી ચડ્યો હતો. 
  પેહલો બોલતા શીખેલો શબ્દ , ત્ર્ય્સિઅકલ થી બાઈસીકલ સુધી નો સફર, સાંજે રમતું  ક્રિકેટ , જન્મદિવસ પર મળેલું બેટ, માં ને બાપ બે પાત્રો ને ન્યાય આપતા મારા પાપા,

  બાઈસીકલ  થી મોટરસાઈકલ સુધી નું સફર, મારા મોટા થતા વિચારો અને સામે એમના જુનવાણી સંસ્કારો, જનરેશન ગેપ, એજ સંસ્કારો ને નામે થાતી ટીકા, રોકટોક ,અને છેલો વાર એમને મળ્યો એ રાત નો ઝગડો બધું જ યાદ આવી ગયું અને
"જો તમારે તમારી રીતે જ રેહવું હોય તો તમે ઘરડા ઘર માં જતા રો તમારો ખર્ચો તમને પોહચી જશે મને મારી રીતે જીવવા દો."
" એ  ઘરડા  ઘર માં છે" મેં કહ્યું 

 એની સફેદ આંખો માં હવે લાલાશ હતી. સિગારેટ ના કાશ એ થોડા જડપથી મારી રહ્યો હતો. એના શરીર માં એક અલગ પ્રકાર ની હલન ચલન હતી. એના થી ના રેહાવ્યું અને એ ઉભો થઇ ગયો .એનું આખું શરીર ગુસ્સા થી ધ્રુજી રહ્યું હતું અને મારા શરીર માં ગભરાટ ની ધ્રુજારી હતી. એની આંખ માંથી પાણી પડી ગયું. એને એક લાંબો નિસાસો નાખ્યો બાકીની સિગારેટ એક જ કશ માં પૂરી કરી. અને કદાચ એ ધુમાડા ના ગોટા સાથે એનો બધો જ ગુસ્સો ઉડી ગયો અને એ મારી બાજુ માં આવી ને બેઠો.
"ચલ હું તને મારી વાત કરું " એ બોલ્યો.
મને રાહત ની અનુભૂતિ થઇ.
                            એને બોલવાનું શરુ કર્યું " મારી માં તો મને જન્મ આપતા ની સાથે જ મારી ગઈ હતી.નાનપણ થી પપ્પા ના ખોલે જ મોટો થયો છું.માં નો પ્રેમ તો બૌ અલૌકિક
વસ્તુ છે એવું સાંભળ્યું હતું પણ આજ સુધી મળ્યો ના હતો.મારા માટે તો મારું બધું જ મારા પપ્પા હતા. નોકરી , નાનો હું, અને ઘર નું બધું કામ  તેમ છતાં મને એવી એક પણ ક્ષણ યાદ નથી જયારે મારે એમની જરૃર હોય અને એ મારી પાસે ન હોય.આખા દિવસ ના થાકેલા તૂટેલા ઘરે આવે અને સાંજે હું ક્રિકેટ રમવાની જીદ કરું ત્યારે મારી સાથે નવા જુવાનીયા નો જોશ અને ઉત્સાહ થી રમતા . રાત ના ઊંઘ માં ડરી જી ને જો એમનો હાથ પકડી લઉં તો એ પડખું પણ ના ફરતા એમને એમ જ સુઈ જતા. ધીમે ધીમે હું મોટો થતો ગયો અને એ મારા બાપ માંથી મિત્ર બનતા ગયા. મારી કોલેજ લાઈફ માં મારો એક જ મિત્ર મારા પપ્પા.
           પણ હું કોલેજ માં આયો   ત્યાં સધી એમના શરીર ને પુરતો ઘસારો મળી ચુક્યો હતો. મારી કોલેજ પતિ અને એમની તબિયત વધારે લથડવા માંડી. હું બધું કામ કાજ મુકીને એમની પાસે આવી ગયો. કદાચ એમને મારા માટે જે કઈ કર્યું એનું ઋણ ઉતારવાનો સમય આવી ગયો હતો. પણ મારા થી જોવાતું ના હતું મને તેડી તેડી ને ફરતા હાથ આજે એક ચમચી પણ ઊંચકી શકતા ના હતા. મારા માટે ભાગતા એ પગ આજે ઢગલો થઇ ને પથારી માં પડ્યા હતા..દવાઓ બસ એમનું જીવન બની ગયું હતું .
હા, દવા પર થી યાદ આયુ મારે જવું પડશે " એમ કહી એ ચાલ્યો ગયો.
                            હું કઈ સમજી શકું, એને બોલાવી શકું એ અવસ્થા માં આવું ત્યાં સુધી એ જઈ  ચુક્યો હતો. જતા જતા મારા માથે અપરાધ ભાવ નું પોટલું નાખતો ગયો. ધીરે ધીરે પપ્પા સાથે વિતાવેલો એક એક દિવસ મારી આંખો સામે થી પસાર થવા લાગ્યો. સિગારેટ તો હાથમાં જ રહી ગઈ પણ એનો ધુમાડો પાણી બની આંખો માંથી નીકળવા માંડ્યો હતો. વધારે વિચારવાનો મારી પાસે સમય ના હતો.અને હું બાઈક લઇ ને નીકળી ગયો. સીધો ઘરડા ઘર ગયો. નાનપણ માં પણ નહિ રડ્યો હોવ એટલું એમના ખોળામાં ત્યારે રડ્યો. એ મારી સાથે ઘરે આવવા તૈયાર થઇ ગયા.
                             બીજા દિવસે હું અને મારા પપ્પા પેલા છોકરા ને શોધવા ફરી ત્યાં ગયા.કીટલી તો હજુ સુધી બંધ જ હતી. આજુબાજુ ના ગામ માં પણ રખડ્યા કઈ જ પત્તો નહિ. અમે પાછા કીટલી એ આયા તો એક ડોસો ત્યાં ચા બનવતો હતો. પેલા છોકરાનું નામ તો પૂછ્યું જ ના હતું તો પણ મેં ડોસા પાસે જી ને એનું વર્ણન કર્યું કે આવું કોઈ આવે છે અહિયાં હજુ તો હું પૂરું બોલું એ પેહલા તો પેલો ડોસો એની ગાયબ થયેલી બત્રીસી બતાવતો હસવા માંડ્યો. બહુ  જ ગુસ્સો આયો એના પર .અને મેં ફરી પૂછ્યું તો એ બોલ્યો
"સાહેબ , એ તો ગાંડો છે. દર રવિવારે અહિયાં રખડ્યા કરે જે મળે એની સાથે લાવારી કૂટે પણ એક વાત છે જેને જેને એ મળે છે એ બધા સોમવારે એને શોધતા આવે જ છે "
"અને એના પપ્પા? " મારા થી પુછાઇ ગયું.
" સાહેબ ,કહ્યું ને ગાંડો છે . કોઈ જ નથી એનું આગળ પાછળ ." ડોસો પાછો કામે લાગ્યો અને હજુ હસી રહ્યો હતો.
મેં મારા પપ્પા સામે જોયું. એમની આંખો ભીની હતી. એ બોલ્યા
"દીકરા , એ ગાંડો નોહતો .

-- 
Creative Commons License
રવિવાર ની સવારે by Ankit Gor is licensed under a Creative Commons Attribution 3.0 Unported License.
Based on a work at ankitisam.blogspot.com.
Permissions beyond the scope of this license may be available at akki.gor77@gmail.com.

Comments

  1. "...સિગારેટ તો હાથમાં જ રહી ગઈ પણ એનો ધુમાડો પાણી બની આંખો માંથી નીકળવા માંડ્યો હતો. "
    "..."દીકરા , એ ગાંડો નોહતો ." Waaah Ankit...last punch solid...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ