Skip to main content

ONLINE



અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?”

મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?”

૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની .
એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આંઠ વર્ષ ક્યાં ભુંસાઈ ગયા એ ખબર જ ના પડી , પાર્ટી ની અંદર જ અમારો એક જલસો શરુ થઇ ગયો હતો , એ જ પેહલા જેવો, એક બીજાથી સહેજ દૂર થઇએ અને આખો એને જ શોધ્યા કરે, અને મજા એ સ્માઈલ ની હતી જ્યારે એક બીજા ને શોધતી આખો સામ સામે અથડાઈ જતી..

પાર્ટી પતી ગઈ , બધા જ જતા રહ્યા હતા અમારા બેવ સિવાય, અમે બીજા બે કલાક બેઠા. એ જ બધી વાતો , એજ જુનો હું ને તદન નવી રેહતી એની વાતો . હું એ ૮ વર્ષ પેહલાના સમય ને એવો તે ચોટેલો હતો કે મને આ સમયે ૮ વર્ષ નો ગેપ ફીલ જ નોહ્તો થઇ રહ્યો અને એના જીવનમાં ૮ વર્ષ માં ઘણું બધું બની ગયુ હતું. એક સ્ત્રી જ જીવન ને ૯ મહિના બદલી નાખતા હોય છે આ તો ૮ વર્ષો નો લાંબો ગેપ હતો.

કદાચ આ મોબાઈલ ફોન બન્યા ના હોત ને તો અમારી વાર્તા અહિયા જ પતી ગઈ હોત. પણ કહ્યું હતું ને ડેસ્ટીની. એના ઘરે થી ફોન આવી ગયો હતો. કોઈ પણ ઉમરે ઘરે થી ફોન આવે ને એટલે જવું જ પડે.  

અમે છુટા પડ્યા.

ફરી થી એ ૮ વર્ષ પેહલાની સાંજ બેવની આંખ સામે આવી ગઈ. ફરી થી ક્યારે ના મળવાના હોઈએ એ રીતે અમે ભેટ્યા. ૮ વર્ષ પછી નો એનો પેહલો સ્પર્શ. પ્રોમીસ આપ્યું એક બીજા ને કે હવે મળતા જ રહીશું. પણ બેવના મન માં એક જ સવાલ હતો મળી શકીશું ?

ઘરે પાછા જતા ખુબ તકલીફ પડી, એનો ચેહરો આંખો સામેંથી ખાસતો જ નોહ્તો.
કોલેજમાં લોકો કેહતા કે આ તો મેડ ફોર ઈચ્ અધર છે , પણ આ બધી વાતો ક્યારે અધ્ધર જતી રહી ને કઈ ખબર જ ના પડી . સાચવવાનો સમય નીકળી ગયો અને પછી રહી ગયા એ થોડા ફોટા, અને અમુક ડઝન કાર્ડસ. બધા જ કાર્ડસ વાંચ્યા પછી મારાથી રેહાવાયું નહી અને એને મેસજ કર્યો , તરત જ આવેલા એના રીપ્લાય થી ખુશ થઇ ને મેં કેટલાય સપના ફરી થી જોઈ નાખ્યા.

મનમાં ઘણા બધા સવાલો અચાનકથી જાગ્યા હતા એ જ્યારે એને મળ્યો ત્યારે સુજ્યા પણ નોહતા. પણ અચાનક પર્સનલ વાતો પૂછવી મને યોગ્ય ના લાગી રેન્ડમ વાતો કરવા લાગ્યો.
અચાનક મેસજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?”

મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવા માંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને ? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી , અને મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?”

વિચારો ના ઘોડા દોડવા લાગ્યા સવાર પડી ગઈ હતી કદાચ એ સુઈ પણ ગઈ હોય , ગીલ્ટ ફીલ થયું કે મારા કારણે જાગી હશે અને સવારે કામ માં મોડું થશે હવે તો, થયું કે ફોન કરી ને જગાડી દઉં ? પણ આવા સમયે ફોન કરવો યોગ્ય રેહશે ,એટલામાં મારા ફોન માં મેસજ આવ્યો

“સોરી , મારા હસબન્ડ માટે ચા બનાવતી હતી. બોલ શું પૂછતો હતો ?”

એ હવે ઓનલાઈન હતી .........



Comments

  1. Pehlaaa galii galiii thaiii ne pachiii suddenly badhuuuj shant....adiiiii gayuuu..Masttttttt

    ReplyDelete
  2. jordaar bhai.... mast chhe.....

    ReplyDelete
  3. Be bhai Ankit Daaddoooo... Daaadoooooo! Sakhat bhai!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર