Skip to main content

CHAPTER - 4

THE FATHER (બાપ) .


એ બાઈક ઉપર પાછળ બેસી ગયો. હું સમજી ગયો કે આજે રાત થોડી વધારે જાગશે. એ ચુપચાપ બેસી રહ્ય હતો. હું મીરરમાંથી થોડી થોડી વારે પાછળ જોઈ લેતો અને દર વખતે મને એના ચેહેરા ઉપર એક જુદો ભાવ દેખાતો હતો. દરેક વાર એના ચેહરા ઉપર એક નવો સવાલ નવું વાક્ય હતું, આવતા જતા વાહનોની લાઈટથી બદલાતું વાક્ય. એ બધા વાક્યો અસંગત હતા. અને એની ચુપ્પી મને અકળાવી રહી હતી. તમને ખબર હોય કે તમે કોઈ ભૂલ કરી છે, તમે માનો છો કે  ભૂલ થઇ છે અને સામે વાળી વ્યક્તિને એનાથી ખોટું લાગ્યું છે  અને હવે તમે કઈ કરી શકો એમ નથી અને એ વ્યક્તિ , મનગમતી વ્યક્તિ તમારી સાથે છે, એ સમયે તમને ખબર હોય કે હવે બોલશે, લડશે, ગાળ આપશે કદાચ મારશે પણ ખરો અને તમારે પણ એ જ જોઈતું હોય છે. તકલીફ ત્યારે થાય જયારે એ કઈ પણ ના બોલે. તમારી અંદરનો અપરાધ ભાવ તમને ગૂંગળાવવા લાગે. તમને લાગ્યા કરે કે કોઈ જબરદસ્તી તમને પાણીમાં ડુબાડી રહ્યું છે અને તમે કઈ જ નથી કરી શકતા.

“હવે કઈ ફાટીશ??” મારા થી ના રેહવાયુ. હું મીરરમાંથી એની તરફ જ જોઈ રહ્યો હતો.

એ કંઈ બોલે એ પેહલા જ મને જોરથી એક જટકો લાગ્યો. બધું જ ધીમું પડી ગયું. મારી આંખો બંધ થઇ, એક અવાજ આવ્યો, બાઈક છૂટી ગયું હતું , હું પછડાયો, એક પૈડું મારા માથાની ખુબ જ નજીક થી પસાર થઇ ગયું. એ એક ક્ષણ માટે બધું જ અટકી ગયું અને મારી નજર સામે આવી મારી સ્કુલ, ટીચર નો લાફો , પપ્પાની લાલ આંખો, મમ્મીની રોટલી, મારો રૂમ, પંખો, મેં તોડેલી બારીઓ, હાથનું ફ્રેકચર, સ્ટમ્પ, લેપટોપ, ખુરશી, પથરીનો દુખાવો, સમર કેમ્પમાં મળેલી છોકરી, બુક્સ, વિસ્કી, રડતો હું, ચોકલેટ, સળગતી સિગરેટ, રીતિકાની આંખો. અને મારી આંખો ફરી બંધ થઇ ગઈ થોડી જ ક્ષણ માટે. કાનમાં કઈ વિચિત્ર અવાજ  આવ્યો મોટેથી મારી આંખો ખુલી, મારું બાઈક દૂર પડ્યું હતું. એ મોટે મોટે થી ગાળો બોલીને કોઈને મારતો હતો.


--------------------------------------------------------------------------------------

હું આમતો ભાનમાં જ હતો પણ થોડી મીનીટો પછી સભાન થયો. અને ત્યારે ખબર પડી અમારા એ નાનકડા એકસીડન્ટ ના લીધે બહુ મોટી બબાલ થઇ ગઈ છે. મને ગાલની ઉપર દુખતું હતું હાથ ફેરવી ને જોયું તો થોડું લોહી નીકળ્યું હતું એનું મોઢું સુજેલું હતું અને અમે એલીસબ્રીજ પોલીસ ચોકી માં હતા. અમે અને એ ચાર છોકરાઓ જેમની ગાડી સાથે અમે અથડાયા હતા.

અમને બેવને એક બાંકડા ઉપર બેસાડવામાં આવ્યા , સામે નાનકડી એક ઓરડી જ હતી , એને રૂમ કે ઓરડો કેહવાય એવું નોહ્તું, કદાચ એ જ સાઈઝની હતી જે સાઈઝનું હિટલરનું ઘર હતું પણ આ લોકો એને જેલ કેહતા હતા. મને  એ જેલની  પાછળ સળીયા પકડીને ઉભેલો હું દેખાઈ ગયો. સાલું કઈ જ સમજ નોહતી પડતી કે શું કરવું. એટલા માં અમને કોઈના રડવાનો બુમો પાડવાનો અવાજ  આવ્યો. બે  તોંદ વાળા પોલીસવાળા એક ૨૦-૨૧ વર્ષ ના છોકરા ને મારતા હતા.

“સાહેબ , સાહેબ મારી વાતતો સાંભળો , મારી ..મને ..પણ ...મેં ...મારે” પેલો બુમો પાડતો રહ્યો અને કોઈએ આની વાત ના સાંભળી.

એમાંથી એક જણ મારી પાસે આવ્યો, એણે મને પ્રોપર રીતે સ્કેન કર્યો. સાલું ત્યારે સમજાયું કે કીટલી ઉપર બેસીને અમે છોકરીઓને જોઈએ તો એમને કેવું લાગતું હશે.

“શું કર્યું છે તે, ટણપા”  બોલતા બોલતા એણે મને લાફો મારી જ દીધો હતો કે ત્યાં..

“રે રે , કિતના મારા હે મેરે બચ્ચે કુ, તુમ લોગમેં માણસાઈ તો હે ઈ ચ નહિ, કિતના છોટા બચ્ચે કુ એસે  મારતે હૈ, એસા ક્યા કિયા મેરે બચ્ચેને બતાઓ મુજે,” જે છ્કરાને માર્યો હતો એની મા ત્યાં આવી ગઈ હતી. એમના કારણે મને લાફો ના પડ્યો.

મને થયું કે જો આમની જગ્યા ઉપર મારી મમ્મી આવી હોત તો ??
પછી થયું કે વિચારો માં પણ લાફા કેમ ખાવા. એટલે મેં મમ્મીનો વિચાર સ્કીપ કરી નાખ્યો, એટલી વારમાં પેલા ચાર છોકરામાથી એક ના પપ્પા ત્યાં આવી ગયા. એ પણ અમને સ્કેન કરી ને ગયા. એમણે અંદર જઈ ને મેઈન પી. આઈ જોડે કઈ વાત કરી અને બેવ જણા બહાર આવ્યાં બંન્નેની  આંખ જોઈ ને  ખબર પડી ગઈ હતી કે આજે આપડે શહીદ થઇ ગયા. એ પી.આઈ મને લાફો  મારવા જતો હતો ને.

“એક મિનીટ .” મારા પપ્પા ત્યાં આવી ગયા હતા.
“હાથ ઉપાડતા પેહલા મને એ જણાવો કે મારા છોકરા એ શું ગુનો કર્યો છે ? એકસીડન્ટ થયો છે એ મને ખબર છે પણ તમે બેવ પક્ષોની વાત સાંભળી ? સ્ટેટમેન્ટ લીધા ? હા, તો બતાવો મને અને ના તો એ વગર , તમે એના ઉપર હાથ કેમ ઉપાડો છો ? જુઓ સાહબે અમને પણ થોડી ઘણી સમજ છે. હું સ્પોટ ઉપર જઈ ને આવ્યો છું અને મારી પાસે ચાર જણ પણ છે જે લોકો કેહવા તૈયાર છે કે વાંક ગાડી વાળાનો છે અને મારા છોકરાનો એક જ વાંક છે હેલ્મેટ ના પહેરવાનો . સો હવે તમારે જે પગલા ભરવા હોય ભરો.

અચાનક ઘોઘાટથી ભરેલા પોલીસ સ્ટેશનમાં માત્ર વાયરલેસ ઉપર આવતા છૂટક આવજો સાંભળતા હતા. એ મને આખી વાત દરમિયાન કઈ કેહવા માંગતો હતો પણ મેં ગણકાર્યું નહિ.

કેમ કે સમયે હું મારા બાપ ની બાપતામાં ખોવાઈ ગયો હતો. આમ છોકરાઓનો બાપ સાથે એક અજીબ સંબંધ હોય છે. મારો પણ હતો , એ દિવસે મારા માટે એ પપ્પામાંથી બાપ બની ગયા હતા. આ બાપ છે આખું અલગ જ પ્રાણી છે . આમ તો કદાચ તમારી જોડે સીધે મોઢે વાત પણ ના કરે પણ તમને  કોઈ બીજું કઈ કહી જાય તો એનું મોઢું તોડી લે પછી ને ભલે સામે કોઈ પણ હોય. બાપ બાપ છે અને એ પપ્પા અને ફાધર થી અલગ જ હોય છે.

બધું શાંતિ થી પતી ગયું . મને બાઈક રીપેર માટે પૈસા મળી ગયા. એ દિવસે સમજદાર થયાના વર્ષો પછી મારા બાપ ને ભેટ્યો હતો. એ ગાડી લઇ ને ઘરે જવા નીકળ્યા હું મારા બાઈક ઉપર એમની પાછળ જ હતો.

“તારા પિતૃપ્રેમમાંથી બહાર આવ્યો હોય તો હું કઈ બોલું ?” એ ઈરીટેડ હતો. “તારા બાપા એ જેનો રિમાન્ડ પાડ્યો એ કોણ હતો ખબર છે ?” મારા જવાબની રાહ જોયા વગર જ એ બોલ્યો.

“અર્પિતાનો બાપ.”
ફરીથી બાપ શબ્દનો અર્થ બદલાઈ ગયો. 


મારાથી જોર થી બ્રેક વાગી ગઈ. 

Comments

  1. Replies
    1. This is the best comment I ever had on this blog, but I will appreciate if you will explain your hmmmms
      Thank you

      Delete
  2. Everytime each of your chapters touches heart! Keep it up bhai :)

    ReplyDelete
  3. HAhaha maja aavi (y) end ni break ma

    ReplyDelete
  4. Very nice.....
    Very Intrested.....
    Last brake...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર