Skip to main content

બુરખો


બુરખો

   તેની નસે નસ માં લોહી ની જગ્યા ઉપર ડર દોડી રહ્યો હતો. છતાં પણ તે હિમત કરી ને આગળ વધી રહ્યો હતો . હજુ તો રાત ના ૮ જ વાગ્યા હતા તો પણ રેલ્વે સ્ટેશન સુમસામ હતું . દૂર દૂર સુધી એક પણ માણસ નોહ્તો દેખાઈ રહ્યો હતો. દૂર થી કુતરા નો રડવાનો વિકૃત આવાજ આવી રહ્યો હતો . એ સિવાય ત્યાં એટલી શાંતિ હતી કે તે ઘણી વાર પોતાના શ્વાસ ના અવાજ થી પણ ડરી જતો હતો. તે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર આવી ને આમ તેમ જોવા લાગ્યો. ખાલી બેંચ ,બંધ પાટિયા , થોડો ગમેતેમ પડેલો સામાન અને કોઈ કોઈ જગ્યા ઉપર લોહી ના છાંટા. તેને થોડી વાર એક ખૂણા માં ઉભા રહી ને રાહ જોઈ. તે ઝડપથી બહાર ભાગી શકે અને બધી જ જગ્યા ઉપર નજર રાખી શકે એમ લપાઈ ને ઉભો હતો. એક વાર તેને લાગ્યું કે ટ્રેન આવી રહી છે પણ પછી તેણે છાતી ઉપર થોડીક ડાબી બાજુ હાથ મુક્યો અને ઊંડો શ્વાસ લઇ ને ફરી થી એક સાથે બધી જ બાજુ જોવા મથી રહ્યો હતો. થોડા સમય પછી તેને વિશ્વાસ આવી ગયો કે ત્યાં બીજું કોઈ નથી. એ થોડો આગળ વધ્યો.

  નાસ્તા ની એક દુકાન નું પાટિયું અડધું ખુલ્લું હતું, તે સમોસા રાખવા ની પેટી ના કાચા માં પોતાને જોઈ શકતો હતો, તેના કપડા ચુથાયેલા હતા અને પરસેવે તરબતર હતો પણ એનું ધ્યાન બીજા કશા માં હતું, તેણે જોઈ લીધું કે માથા ઉપર થી કેસરી રંગ નો ચાલ્લો લગભગ ભૂસાવા ઉપર હતો. તરત ખીસા માંથી  એક નાની ડબ્બી કાઢી ને ચાલ્લો ઘાટો અને મોટો કરી નાખ્યો. તેને જોવા વાળું ત્યાં કોઈ પણ ના હતું તો પણ ગાળા માં લટકાવેલી રુદ્રાક્ષ ની માળા ને બહાર કાઢી અને દેખાય એમ રેહવા દીધી. જનોઈ ને એ રીતે રાખી કે તે શર્ટ ની બહાર સુધી સ્પષ્ટ રીતે દેખાઈ શકે.

અમુક સંજોગો માં તમે ધાર્મિક છો એના કરતાં કયા ધર્મ ના છો તે વાત નો દેખાડો કરવો વધારે જરૂરી હોય છે.

અમદાવાદ માં કોમી તોફાનો શરુ થઇ ગયા હતા, આજે કરફ્યું લગાવી દીધું છે.

  તેની હિમંત ખુલી ગઈ હતી. હવે તે આરામ થી લાંબો થઇ ને એક ખૂણા ની બેંચ ઉપર આડો પડ્યો હતો. જે બીજી બાજુ ના દરવાજા થી નજીક હતી અને જ્યાં થી તે બેવ બાજુ જોઈ શકતો હતો. તાળવે આવી ગયેલો જીવ હવે શાંત થઇ રહ્યો હતો, સ્ટેશન માં મળેલી આ એકલતા તેને ગમતી હતી પણ બીજી બાજુ ત્યાં ની શાંતિ બિહામણા આવજો થી તેને ડરાવતી હતી. આખો દિવસ તે આમ જ ભાગતો અને સંતાતો રહ્યો હતો. હવે આખુ શરીર તૂટી રહ્યું હતું. કોઈ સમાન્ય દિવસે આટલો થાક લાગ્યો હોત  તો એ પોતાની ગમતી જગ્યા એ જઈ ને બોડી મસાજ કરવી રહ્યો હોત.

અચાનક કોઈ ના ચાલવા નો અવાજ આવ્યો. જ્યાં શ્વાસ ના અવાજ થી ડર લાગતો હોય ત્યાં પગ નો અવાજે ઘોઘાટ કરી ને જગાડ્યો હતો.

“આવા સંજોગો માં તું સુઈ જ કેવી રીતે શકે” પોતાની જાતે ને ગાળો આપતો એ ઉભો થયો અને સંતાઈ ગયો.`

  અંધારા ને કારણે એ વધારે દૂર સુધી જોઈ શકતો નોહ્તો પણ એને લગ્યું કે અંધારા માં થી એક કાળી આકૃતિ તેની તરફ ચાલી ને આવી રહી હતી. તેના ધબકારા ની ગતી વધી ગઈ હતી . થોડી વાર રહી ને એને થયું કે આ પણ એનો વહેમ હશે .પણ એવું નોહ્તું અમુકજ ક્ષણ પછી તેની સામે એક સ્ત્રી બુરખો પેહરી ને ઉભી હતી . સ્ત્રી ને જોઈ ને એને જરા પણ ડર નોહ્તો લાગ્યો પણ એણે પેહરેલા બુરખા નું ભાન થતા જ પેલો સ્ત્રી થી દૂર જઈ ને ઉભો રહી ગયો હતો.

  બુરખામી ઉભેલી સ્ત્રી અને તેની વચ્ચે ૫ ફૂટ જેટલું અંતર હતું કેમ સામે વાળા વ્યક્તિ ને બરાબર જોઈ શકે  એટલો પ્રકાશ માત્ર એટલા જ વિસ્તાર માં હતો. પેલો સ્ત્રી નો ચેહરો જોવા મથી રહ્યો હતો પણ તે નિષફળ જ રહ્યો. તે પેલી સ્ત્રી ની આંખો સુધ્ધા જોઈ શકતો નોહ્તો. કદાચ એ પ્રયત્ન કરતો હતો કે આંખો જોઈ ને  નિયત નો અંદાજ લગાવી શકે. સ્ત્રી ના હાથ માં કોઈ હથિયાર દેખાતું નોહ્તું . આવા સમયે સ્ત્રી પુરુષ તો દૂર ની વાત છે પણ બીજા ધર્મ ના પથ્થર ના પણ ટુકડા ટુકડા કરી નાખવામાં આવે છે .

ડર બેવ ને બરાબર લાગી રહ્યો. પેલો ધુજી રહ્યો હતો અને સ્ત્રી લાકડા ની જેમ સ્થિર હતી , પેલો અંદર થી સળગી રહ્યો હતો અને સ્ત્રી બરફ ની જેમ ઠંડીગાર હતી. હજુ સુધી તે પોતાની જગ્યા એ થી એક ડગલું પણ હાલી નોહતી. એ થોડી આગળ આવી , પેલો પાછળ ગયો

“ડર્શો નહી,મેં કિસી કો નુકશાન કરને નહી આયી , મેં તો ઘર જા રહી થી, ઉતને મેં યે તોફાન શુરુ હો ગયે , તો તીન દીન સે એસેઈચ ભાગતી ફિર રહી હું, ઇસી ચ એરીયા મે, રાત કો યહાં છુપ જાતી હું”
આ સાંભળીને પેલા માં થોડી હિમત આવી , એ હવે રીલેક્સ થઇ ગયો હતો. એ થોડો આગળ આવી ને પેલી ની નજીક બેસી ગયો.” તુમ ભી બેઠો ના”

“મેને  બોલા મેં કિસી કો નુકશાન કરને નહી આયી , કર નહી સકતી એસા ની હે” એ કરડાકી સાથે બોલી . પેલો ત્યાં થી ઉભો થઇ ને દૂર જઈ બેસી ગયો.

ફરી થી બેવ જણા ચુપ છે. છોકરી ની હિમત જોઈ ને એ ડરી ગયો હતો પણ ખુશ હતો. છોકરો ત્યાં થી જ હિમત કરી ને બોલ્યો  : તમેરે કો એસે દિનો મેં બહાર નહી ગુમના નહી ચાહિયે થા”
“તુમ કો હમારી બોલી બડી આતી હે” એણે શંકા સાથે પૂછ્યું .

‘અરે મેં તમેરે કો, યે બોલને આયા થા , પર તમેરે ને મુજે ડરા દિયે. સચી મેં ક્યાં હે કે મેં પણ મુસલમાન હું. અભી તમેરે કો સાબિત તો કેસે કરું  , બોલે તો આયાત પડકે સુના દૂ.”
પેલી સ્ત્રી થોડી ઘભારાઈ ગઈ. પાછળ ખસી ગઈ. એને સુજતું નોહ્તું કે એણે શું બોલવું જોઈએ. પેલો હવે ખુબ નોર્મલ બેહેવ કરવા લાગ્યો હતો. એને તો જાણે નવું જીવન મળી ગયું હતું. અમદાવાદ માં આમ તો વિસ્તાર ના વાડા નથી હોતા પણ આવા સમય માં વાડા બની જાય છે. એવા માં આવી રાત્રે પોતાના ધર્મ નું જ કોઈ મળી જાય તો જાણે ભગવાન મળે.

પણ આ બેવ ની વાત થોડી અલગ હતી. આ વખત ના તોફાનો થવાનું કારણ કઈ અલગ જ હતું. અમુક દિવસ પેહલા એક આવીજ સુમસામ રાત્રે , એક હિંદુ છોકરી ઉપર બળાત્કાર થયો હતો. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ કામ માં એક મુસ્લીમ છોકરા નો પણ હાથ છે. બળાત્કાર એણે કર્યો છે કે નહી, હજુ કશું જ સાબિત થયું હતું નોહ્તું પણ અમુક લોકો માટે બસ આજ પૂરતું હતું કે આમાં  કોઈ મુસ્લિમ નો હાથ હતો. રોજ રાત ની બેઠકો થી માંડી ને ચા ની કીટલી ઉપર આ વાત  જંગલ ની આગ ની જેમ ફેલાઈં હતી. સો કોલ્ડ ધર્મગુરુ આ વાત નો ફાયદો ઉઠાવી ને લોકો ને ઉકસાવા લાગ્યા અને ભારત માં ધર્મ કરતાં આ ગુરુ ને વધારે માનવામાં આવે છે. સૌથી પેહલા સત્તા ઉપર રહેલા મુસ્લિમ અધિકારીઓ અને પોલીટીશીયન ઉપર સામે સવાલો ઉભા થયા. એ લોકો એ જવાબ પણ પૂરતા આપ્યા હતા પણ તેની સામે અસંતોષ થવાનો જ હતો કેમ કે આખી વાત સરકાર ને નપુંસક કરવા ઉપર આવી ગઈ હતી. રાત ની બેઠકો માં આક્રોશ વધતો ગયો, અને ટોળા ના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા ટોળા ને કોઈ મગજ હોતું નથી બસ એક એ કર્યું અને બધા પાછળ લાગી ગયા. એ વિરોધ પ્રદર્શન ને તોફાના માં ફેરવાતા માત્ર એક પથ્થર લાગ્યો હતો.

 “કોઈ બાર એસા હો જતા હે, અભી કોઈ બાર માણસ પે શેતાન હાવી હો જતા હે, ઇસમે ઇતના હલ્લા કરને કી જરૂરત ની હે.કભી કભી હો જાતા હે. સહી બોલ રાહ હું મેં.” નફફટાઈ થી બોલી ને એ પગ લાંબા કરી ને આડો પડ્યો.
છોકરી એની સામે જોઈ રહી. એણે બાજુમાં જે પડ્યું હતું એ લઇ ને પેલા ને માર્યું. પેલો બચી ગયો. અને એની સામે આવી ને ઉભો રહી ગયો. ગુસ્સે થી એની સામે જોઈ રહ્યો હતો.

“તું ગરમ કયું હો  રહી હે, અભી તેરે સાથ તો એસ કુછા નહી હુઆ ના .”

બીજે દિવસે સવારે પોલીસ ને રેલ્વે સ્ટેશન ઉપર થી એક લાશ મળી. લાશ દેખાવે હિંદુ છોકરા ની હતી પણ તપાસ કરતાં ખબર પડી તે લાશ અશ્વાખ ની હતી , એ જ છોકરો જેને બળાત્કાર ના કેસ માટે પોલીસ શોધી રહી હતી. પોલીસ ને લાશ ની બાજુ માંથી બુરખા નો એક ફાટેલો ટુકડો મળ્યો હતો .બીજી બાજુ જે છોકરી નો બળાત્કાર થયો હતો એ ગાયબ હતી. હવે પોલીસ ને એક સ્ત્રી ને શોધી રહી છે. જેણે બુરખો પેહાર્યો છે. .


Comments

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર