Skip to main content

Dear Daddy


Dear Daddy……
23-04-2011
Dear Daddy,
ખબર નહી કેટલો સમય થયો. પણ સારો એવો સમય થઇ ગયો તમને કઈ લખ્યું નથી. પેહલા તો sorry for delay. મને ખબર જ છે કે  ખોટું તો મારી વાત નું તમને કયારે પણ લાગતું નથી તો પણ કેહવું જોઈએ. તમને એક વાત પેહલા કઈ દઉં, કે હું તમને લખું છું એટલે મેં તમને માફ નથી જ કર્યા, હજુ પણ એટલો જ ગુસ્સે છું. બસ હવે મેં બોલવાનું બંધ કરી દીધું છે.

તમને ખબર તો પડી ગઈ જ હશે કે તમારો ખોટો સિક્કો હવે ચાલવા માંડ્યો છે, મને ,હા મને કામ મળી ગયું છે. કામ પણ સારું છે, You know, status વાળું કામ છે અને પૈસા તો એનાથી પણ સારા છે . ૩ એક મહિના થી કામ કરું છું પણ આ વર્ષ માં ગાડી લઈશ એવું લાગે છે , નવી તમારી જેમ સેકન્ડ માં નહી .યાદ છે આપડે સાથે બેસી ને પ્લાન કર્યું હતું કઈ ગાડી લઈશું , મારે લગ્ઝરી કાર લેવી હતી અને તમનું હતું કે નાની ગાડી લઇ એ એવરેજ પણ વધારે આવે. અને છેવટે તમે બોસ તમારું જ ચાલે.પણ હવે નહી . હવે તમે થોડીવાર માટે લેટર બાજુ માં મૂકી દેશો કેમ કે તમારો ઈગો હર્ટ કર્યો ને મેં . સોરી .
ચાલો મુદ્દાની વાત કરું , જેની રાહ જોઈ ને બેઠા છો, જીવ ઉંચો નીચો થતો હશે આ સંભાળવા માટે...

હા, મમ્મી મજામાં છે. સખત યાદ કરે છે તમને. મને ખબર જ નથી પડતી કે મમ્મી એ તમારા માં શું જોયું હતું,. સાચે જ હો પ્રેમ આંધળો હોય છે.એ તો મમ્મી એ સાબિત કરી જ નાખ્યું . એ તમને અલગ થી  લખતી જ હશે તો પણ કેહવું મારી ફરજ માં આવે ને એટલે કહ્યું અને આમ પણ તમને ક્રોસ ચેક કરવું ગમે એટલે તમે પૂછો એ પેહલા જ કહી નાખ્યું .

હવે તમે પણ બોર થઇ ગયા હશો, આજે કઈ જ કામ નોહ્તું એટલે થયું કે તમને લખવાનું કામ બાકી છે તો પતાવી નાખું. ચાલો હવે હું કામ કરવા જાઉં છું. થોડા પૈસા કમાઉ ને નહી તો આવતા વર્ષે તમે જ ગાડી ના નામ ના ટોન્ટ મારશો. ચાલો  આવજો , ટેક કેર પાછા ......

અને હા , હું હજુ પણ મંદિર નથી જતો.
.........................................................................................................................................


19-07-2011
Dear Daddy,

sorry .

ગઈકાલે જુન નો ત્રીજો રવિવાર હતો. ખબર છે એ દિવસે ભારત માં ફાધર્સ ડે ઉજવાય છે. સોરી એટલે કહ્યું આજ સુધી મેં કોઈ પણ ફાધર્સ ડે ના દિવસે તમારા માટે કઈ જ કર્યું નથી, કાલે મને મારી ભૂલ સમજાઈ હતી.

મને ખબર છે આમ તો હું તમને કેહતો હોઉં છું કે તમે બહું જલ્દી સેન્ટી થઇ જાઓ છો ,આજે હું થઇ ગયો, શું થાય તમારું જ વાક્ય હતું ને સમય સમય ની વાત છે.પણ હા આપડો સારો સમય આવી ગયો છે. ગાડી હું બુક કરાવી આવ્યો છું. ના, મમ્મી ને નથી ખબર અને તમે બાફતા પણ નહી. એના માટે surprize છે. એને ગમે એવો રંગ, અને એ જ પ્રકાર છે ગાડી છે.

તમારા કરતાં મોંઘી ગાડી લાવ્યો અને વધારે કમાઉ છું તો કઈ ખોટું ના લગાડવા નું હોય એમાં. તમે મને ભણાવી ગણાવી ને આ લાયક બનાવ્યો છે. તમે ના હોત તો હું ક્યારે પણ અહીયા ના પહોચ્યો હોત.

સાચું કહું તમે જયારે રવિવારે વાંચવા બેસાડતા અને વેકેશન માં આગલા વર્ષ નું ભણવાનું કેહતા ને બહુ જ ગુસ્સો આવતો હતો ત્યારે. થતું હતું કે સાલું આ ભણવાનું બનાવ્યું કોણે.
મને આશા કે છે કે હું તમને જેટલું યાદ કરું છું એટલું જ યાદ તમે મને પણ કરતાં હશો . હું તો તમને લખી ને જણાવી દઉં છું . તમે મને યાદ તો કરો છો ને ?

મને ખબર છે જવાબ આપવા માટે તમારી પાસે શબ્દો ખૂટી ગયા છે. હશે , તમે ક્યારે પણ તમારી જાત ને મારી કે માં ની સામે સામે સારી રીતે એક્સપ્રેસ કરી જ નથી શક્યા. તમને ભલે ના હોય પણ , એ વાત નો વસવસો મને અને માં ને આજ સુધી છે. અને મા તો હજુ સુધી આના માટે પોતાને ગિલ્ટી સમજે છે. મને આશા છે કે તમે એને તો જવાબ આપતા જ હશો.

હા, એ ઠીક છે. હું એને સમયસર દવાઓ આપું છું.
અને હું મંદિર જતો નથી.
..................................................................................................................................
૩૧-૧૨-૨૦૧૧.
Dear Daddy,
જેમ જેમ સમય જતો જાય છે, તમારા પ્રત્યે નો ગુસ્સો વધતો જાય છે.તો પણ ખબર નહી આજે જયારે આખી દુનિયા નવા વર્ષ ના સેલિબ્રેશન માં મસ્ત છે ત્યારે મને તમારા સિવાય કઈ સુજતું નથી.
હવે તમે એમ ના પૂછતા કે આજે કેમ તમારી યાદ આવે છે. આમ તો ઘણા સમય થી આવે છે પણ આજે લખવા બેઠો છું. આવું કેમ એ મારે કેહવાની જરૂર નથી. યાદ છે જ્યારે હું ૧૮ વર્ષ નો થયો હતો મને મારો પેહલો પેગ તમે બનાવી આપ્યો હતો. અને માં કેટલી ગુસ્સે થઇ હતી કે તમે છોકરા ને પણ દારૂડિયો બનવી દેશો. હું હજુ સુધી તેને સમજાવવા મથું છું કે દારૂ પીવું ખરાબ નથી પણ વધારે પડતું પીવું ખરાબ છે.

ખબર નહી પણ આજે તમારી ખુબ જ યાદ આવે છે. એક પણ સવાલ ના કર્તા કેમ કે હું માનું છું બાપ દીકરા વચ્ચે ક્યારે એવો સમય પણ આવવો જોઈએ કે દીકરો બોલે ને બાપ સાંભળે મારો એ સમય આજે આવ્યો છે .

તમે આપેલો એ ક્રિકેટ બોલ, એ પેહલી રાઈડ , દર ઉનાળે સાથે જતા હતા એ બરફ ની લારી, તમે પરાણે ભણાવતા હતા એ દિવસો ,હું સ્કુલ બંક કરી ને ફિલ્મ જોવા ગયો હતો અને તમને ખબર પડી ગઈ હતી અને તમે મને ખુબ માર્યો હતો અને પછી પોતે આખી રાત સુતા નોહતા બધું જ યાદ આવે છે. ભર શિયાળે મારી યાદો માં આજે ચોમાસું બેઠું છે.

તમે ચિંતા ના કરો હું ઠીક છું. ના હું રડતો પણ નથી , હું રડીશ તો પછી માં કેટલું રડશે ને એ મને ખબર છે. મને ખબર છે હું તેને  માં કહું એ તમને નથી ગમતું પણ શું કરે એને મમ્મી કરતાં માં વધારે ગમે છે. મને વિશ્વાસ છે કે હવે તમે વધારે નહી વાંચી શકો કેમ કે તમે માનો છો કે પુરુષો રડે નહી. અને એટલે જ હવે તમે આગળ વાંચશો જ નહી.તો ટૂંકમાં કહી દઉં કે માં મજા માં છે એની  તબીયેત સારી છે.

અને હા, હું હજુ મદિર જતો નથી.

૨૬-૩-૨૦૧૨
Dear Daddy,

કેમ?

કંઈ ખાસ કેહવું કે જાણવું નથી બસ આજે એક સવાલ મારા મન માં ફરી રહ્યો છે. અને કદાચ એનો તમારા થી સારો જવાબ કોઈ જ નહી આપી શકે.

કેમ, અત્યારે તમે મારી સાથે નથી ?

તમને થતું હશે કે હું અત્યારે આ બધું શું લઇ ને બેઠો છું પણ આ સવાલ આજનો નથી છેલ્લા બે વર્ષ થી દરેક પળે મને જેનો અનુભવ થાય છે એ આ સવાલ છે. મને ખબર છે કે મને જવાબ નહી જ મળે. તમારી પાસે થી તો નહી જ મળે . કેમ કે તમે ક્યારે મને પ્રમે જ નથી કર્યો ને, જો તમે મને પ્રેમ કરતાં હોત તો મારી સાથે હોત ને. અને હા હું જવાબ ની આશા પણ નથી જ રાખતો પણ આજે હું મારી જાત ને આ સવાલ પૂછાતા નથી રોકી શકતો માટે તમારે સાંભળવું તો પડશે જ. જીંદગી તમે મને શીખાવડી હતી એટલી આસાન રમત તો નથી જ એ હું સમજી ગયો છું. અને તમે મને લાગણીશીલ લોકો માં ના ગણાવવા પ્રયત્ન કર્યો હતો પણ તમે એ કામ માં નિષ્ફળ ગાયા છો એ વાત તો તમે મારા પાત્ર લખવા ની શરૂઆત થી જ સમજી ગયા હશો. મને નથી ખબર કે એ સમજ્યા પછી તમે મારો કોઈ પણ પત્ર વાંચ્યો છે કે નહી. વાંચ્યો હોય તો હવે તમે પણ લાગણી શબ્દ નો અર્થ સમજી જશો કેમ કે આ મારો છેલ્લો પત્ર છે. આજે બસ મારે એ જાણવું છે કે મારો વાંક શું છે ? મેં ક્યાં ભૂલ કરી ?

મને ખબર છે કે તમે મારા પત્ર વાંચો છો કેમ કે આ દુનીયા માં હું એકલો જ તમારી સાથે વાત કરું છું. મને ખબર છે કે માં તમને કોઈ જ પત્ર નથી લખતી. તમને થતું હશે કે શું મને તમારી દયા નથી આવતી? તમે હવે એકલા પડી  જશો. પણ હું એકલો પડી ગયો એનું શું ?
મને ખબર છે તમારી પાસે કોઈ જવાબ નથી. હું સમજી ગયો છું.

મારો છેલ્લો પત્ર અહી સમાપ્ત થાય છે.આજ પછી મારા પત્ર ની આશા ના રાખતા.
મા મજામાં છે. આગળ કેમ હશે હું નથી કહી શકતો.

હું હજુ મંદિર નથી જતો. કેમ કે હું હજુ પણ એમ જ માનું છું કે તમને ભગવાને વેહલા બોલાવી ને ખોટું કર્યું છે.
.........................................................................................................................................
૨૨-૦૪-૨૦૧૨
Dear Daddy,
સોરી.

સોરી એટલા માટે કે ગયા વખતે જરા વધારે બોલી ગયો હતો. ના, મેં પી ને પત્ર નોહ્તો લખ્યો.

મેં ગાડી છોડાવી લીધી છે. માં ખુબ જ ખુશ છે.

અને હું હજુ મંદિર જતો નથી.
.....................................................................................................................





Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર