Skip to main content

INSTANT LOVE



             ગુરુદક્ષિણા માં તને આપડી જુદાઈ ના આપી શકું? એમ કહી ને અર્ણવ લગ્ન મંડપ માંથી ચાલ્યો ગયો. એનો ચેહરો ભાવહીન હતો પણ એની આંખમાંથી નીકળતા આંસુ અને ચાલતા પગ માં તાલમેલ હતો. અર્ણવ ત્યાં થી સીધો પોતાના પૈસે ખરીદેલા penthouse માં આવે છે . pink  Floyd નું good  bye  cruel  world  વગાડે છે. અને બહર હિંચકા પાસે આવી ને સિગરેટ સળગાવે છે. ગીત નો ધીમો ધીમો અવાજ આવ્યા કરે છે. સિગરેટ ના ધુમાડો જેમ હવામાં ખોવાતો જાય છે એન તે યાદો માં. અર્ણવ ૭ વર્ષ ૮ મહિના અને ૧૩ દિવસ પેહલા પંક્તિ ને મળ્યો હતો . એ final year માં હતો અને પંક્તિ fy માં હતી. અર્ણવ ફક્ત તેના ઘરના ની ખુશી માટે graduation કરી રહ્યો હતો , બાકી તેનું લક્ષ્ય તો સંગીત હતું પણ એના માટે music કેહવું વધુ યોગ્ય રેહશે કેમ કે એને વધારે rock માં રસ હતો. સામાન્ય રીતે દરેક કોલેજ નો છોકરો જે થોડું ઘણું ગીટાર વગાડી લેતો હોય એનું મુખ્ય સપનું તો rock star બનવાનું જ હોય છે. એવા છોકરાઓ માટે ક્રષ્ણ એ અશ્વથામા ને કહેલી વાત યાદ આવે કે " કઈ મેળવવાની ઈચ્છા રાખતા પેહલા તેને પામવાની ક્ષમતા કેળવવી પડે છે." અને અર્ણવ માં એ ક્ષમતા હતી . એ લખતો અને ગીટાર વગાડતો , ના ગીટાર ના તાર સાથે રમતો . વીનસ ની આંગળીયો  પણ એના પ્રેમી ની છાતી ઉપર એ રીતે નહિ ફરતી હોય જે રીતે એ ગીટાર ના તાર ઉપર ફેરવતો.એનાથી પણ વધારે પ્રેમ વરસતો જયારે તે લખતો. આમ  એ પ્રેમ વિષે ખાસ લખતો નહિ પણ જયારે પણ લખતો લોકો ને એની સાથે પ્રેમ થઇ જતો .

          ૧૩, august એ અર્ણવ પેહલી વાર પંક્તિ ને મળ્યો એટલે કે એને જોઈ હતી. પંક્તિ fy ની એક સીધી સાદી , girl next door ની image ધરાવતી છોકરી હતી. પણ ખુબ જ મહત્વાકાંક્ષી હતી એટેલ આજ કાલ ની છોકરીયો જેવી હોય છે તેવી જ હતી. એના જીવન માં પણ એનું એક લક્ષ નક્કી હતું.પંક્તિ પહેલી વાર તેની સામે થી પસાર થઇ. અર્ણવ ત્યાં ને ત્યાં ઉભો રહી ગયો એને કઈ જ સમજાયું નહિ બસ ત્યાં ઉભા ઉભા પંક્તિ ને જોયા કરી. એના મિત્રો પણ એનું આવું વર્તન  જોઈ ને થોડા ચમકયા, ત્રણ વર્ષ દરમિયાન એનું નામ કોઈ પણ છોકરી સાથે જોડાયું ના હતું અને અત્યાર ના સમય માં એ ખુબ મોટી વાત હતી , ઘણા લોકો માટે દુખદ પણ.  પેલું કેહવાય છે love at first sight એવું જ કંઈક અર્ણવ ને થઇ ગયું હતું Instant love. 

        હવે , અર્ણવ રોજ canteen પાસે ઉભો રહી ને પંક્તિ ને આવતા જતા જોતો રેહતો . ઉકળતી ચા નો ધુમાડો એના માટે smoke જોવું કામ કરતો અને smoke ની બીજી બાજુ થી આવતી પંક્તિ ને બસ એ ધારી ને જોયા કરતો. ૧૫ દિવસ ઉપર થઇ ગયા પણ એ પંકિત ને મળવા કે વાત કરવાનો પ્રયત્ન કરતો ના હતો .બીજી બજુ પંક્તિ ને પણ ખબર પડી ગઈ હતી કે કોઈ છોકરો રોજ એને જોયા કરે છે પંક્તિ પણ અત્યાર ની છોકરીઓ ની જેમ અલ્લડ અને મુફાટ હતી અથવા એવી હોવાનો ડોળ કરતી હતી કેમ કે આવી છોકરીયો આંખ ને જલ્દી ગમી જતી હોય છે 

૨૭,august અર્ણવ તેના રોજ ના સમયે ત્યાં આવી ને ઉભો રહ્યો, પણ પંક્તિ આવી નહિ. અડધો કલાક  રાહ જોયા પછી એ પાછો ફરવા વળ્યો.

"મને શોધે છે ?" પંક્તિ એની પાછળ હતી અને ગુસ્સામાં લાગતી હતી 

          અર્ણવ તેને પોતાની આટલી નજીક જોઈ ને જરા uncomfortable થઇ ગયો. આજુબાજુ જોવા લાગ્યો , બઘવાઈ ગયો હતો એ. ટૂંકમાં મનગમતી છોકરી પેહલી વાર આટલી નજીક હોય ત્યારે જે થાય એ બધું એને થવા લાગ્યું, અને જો આ દ્રશ્ય કોઈ ફિલ્મ નું હોત તો અર્ણવ ની આજુબાજુ ૧૦૦ જણા કાળા કપડામાં વાયોલીન વગાડતા હોત , અને લાલ ફૂલોનો વરસાદ થતો હોત અને પંકિત લાલ સાડી માં વગર કારણે slow motion માં દોડતી દેખાતી હોત. અને એના મન માં  આવી જ કોઈ  dream sequence શરુ થાય એ પેહલા પંક્તિ ના એક ઊંચા અવાજ ની સાથે એ જરા અટકી ગયો.  

" જો હું આટલી જ ગમતી હોઉં ને તો એક ફોટો આપી દઉં, ઘરે બેસી ને જોયા કરજે આમ બાધની સામે નહિ . સમજ્યો "  પંક્તિ સખત ગુસ્સા માં હતી
"cheap " અર્ણવ ને સંભળાય તે રીતે બોલી ને જતી રહી 

એ ગઈ અને અર્ણવ ગયો .
 કેમકે એને આટલા નજીક થી જોયા પછી સાહેબ તો એના ગળાડૂબ પ્રેમ માં હતા. કહ્યું ને Instant Love 
       બીજી બાજુ પંક્તિ અર્ણવ ના આવા વર્તન થી થોડી upset હતી.એના મન માં હતું કે જો તમને કોઈ ગમે તો ફાટક દઈ ને સામે ચાલી ને કઈ દેવાનું પછી સામે વાળી વ્યક્તિ વિચારે . પણ આજે એણે જે કર્યું પછી એણે વિશ્વાસ હતો કે પેલો લુખ્ખા જેવો છોકરો ( સામાન્ય રીતે દરેક છોકરી ને દુનિયા ના ૯૯% છોકરાઓ લુખ્ખા જેવા લાગતા હોય  છે. અને બાકી ના ૧% માં એના પપ્પા, કાકા , મામા , માસા, ફૂવા વગેરે આવે ) હવે એની સામે નહિ આવે અને એ જ વિશ્વાસ સાથે એ બીજા દિવસે અને canteen પાસે ઉભી રહી  ત્યાંજ  એકતા કપૂર ની સીરાયલ જેવી બધી જ visual effects એને  ઘેરી વળી . અર્ણવ (એવો જ લુખ્ખા જેવો) સામે જ ઉભો હતો એના હાથ માં કાગળ હતો જે ચુપ ચાપ પંક્તિ ના હાથમાં આપી ને ચાલતો થયો . 

પંક્તિ ના મનમાં એક જ વિચાર હતો " સાલો sms અને અને e -mail  ના સમય માં love letter આપે છે 

" પ્રેમ શું હોય છે? હોય છે કે પણ નહિ? એ તો મને ખબર નથી બસ એટલી ખબર છે કે જો તમને કોઈ ના માટે લાગણી હોય તો એ વ્યક્ત કરી દેવી જોઈએ . અને એના માટે કાગળો ના ઢગલા કરવાની જરૂર નથી બસ જૂની ડાયરી નું અડધું ફાટેલું પાનું પણ પુરતું છે . એટલે જ એક જ વાત કેહવી છે 
મને તું ગમે છે. તને હું ગમું ?"
અર્ણવ .........

અર્ણવ એ સાબીત કર્યું હતું કે એ પાક્કો commerce student  છે. A4 ના પેપર માં થી પણ એને ૩/૪ બચાવ્યું હતું . અર્ણવ એ જે કર્યું એ સાચું હતું કે ખોટું , એવું કરવું જોઈએ કે નહિ ખબર નથી પણ એ કામ કરી ગયું હતું. પંક્તિ ત્યાં ની ત્યાં અટકી ગઈ એને આશા ના હતી કે અર્ણવ આવું કઈ કરશે . એ પણ મુફાટ અને અલ્લડ હોવાનો ઢોંગ કરતી હતી .
she was actually felling the vibes. 
vibes of love 
Instant Love 
આમ તો અત્યારે લોકો ને બધું જ instant જોઈએ છે પ્રેમ પણ ..અને આ પ્રેમ જેવી complicated વસ્તુ કોઈ નથી .જો કોઈ છોકરો છોકરી ૧ અઠવાડિયા થી પ્રેમ માં હોય અને એમની વચ્ચે કઈ થાય નહિ , તો બિચારા છોકરાના પુરુષત્વ ઉપર સવાલ ઉભો થઇ જાય અને . દરેક લોકો એ પોતાને  મન ફાવે એમ એની એક વ્યાખ્યા બનાવી લીધી હોય છે પણ instant સંબંધો ની વ્યખ્યા જ નથી 

         એટલે હવે આવા જ એક અવ્યાખ્યાઈત  સંબંધ માં અર્ણવ અને પંક્તિ બંધાઈ ચુક્યા હતા. એમની  શરુઆત પણ બધાની જેમ જ થઇ હતી. રોજ સવાર પડે good morning ના msg થી રાત્રે પેહલા કોણ ફોન મુકે ના ઝગડા સુધી બધું બરાબર ચાલતું હતું  સમય પસાર થતો ગયો બેવ નો પ્રેમ વધારે ગાઢ. બનતો ગયો સાથે જીવવા મરવા ની કસમો ખાવા નો phase ખુબ જલ્દી આવી ગયો હતો. પંક્તિ final year માં આવી ત્યાં સુધી એ લોકો એ નક્કી કરી નાખ્યું કે એ લોકો જેવા settle થશે લગ્ન પણ કરી લેશે . અને નવી  વાત એ હતી બે વર્ષ થઇ ગયા પછી એમને આવો નિર્ણય લીધો હતો. fast food જેવો  એમનો પ્રેમ ૬ course meal   બનવાના પંથ ઉપર હતો. પણ આ તો થોડી આપડી હિન્દી ફિલ્મ છે કે એક વાર છોકરી માની જાય પછી ફિલ્મ પૂરી . 

      આજ અજકાલ પ્રેમ માં પડતા લોકો ને જગ્યા નો પ્રોબ્લેમ ખુબ જ થાય છે. I mean space. અને આ પ્રોબ્લેમ ૪ વર્ષ પછી આમના સંબંધો  માં પણ આવ્યો. અર્ણવ એ ગમે તેમ કરી ને એનું graduation પૂરું કરી લીધું છે અને પોતાનું એક band form કર્યું છે અને લોકો એને પસંદ કરી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ પંક્તિ છે , કેમ કે એના જીવન માં પંક્તિ આવી એ પછી એના music  માં પણ depth આવી છે . બીજી બાજુ પંક્તિ એ journalism કરી રહી છે .અને એ એક orthodox પત્રકાર જ બની રહી  હતી. અને એવા માં આ space નામ ના ગ્રહ એ એમની કુંડળી માં પ્રવેશ કર્યો . અર્ણવ ને  એ પ્રોબ્લેમ હતો કે પંક્તિ હવે તેને પુરતો સમય નથી આપી રહી ,   તે એના shows માં નથી આવતી અને અર્ણવ નું માનવું હતું કે એની અસર show ઉપર પણ પડી  રહી હતી. બીજી બાજુ પંક્તિ જે કામ કરતી હતી એ અર્ણવ ની સમજ થી કોસો દૂર હતું. કામ સંબંધો ની ઉપરવટ થઇ ગયું હતું . 
warmth , ઉષ્મા , સ્નેહ, magic જે પણ કહો તે બેવ ના સંબંધોમાંથી ઓછુ થઇ ગયું હતું. આખી દુનિયા કરતા એક બીજા ને વધુ સમજવાનો દાવો કરતા લોકો નાની નાની વાતો ઉપર બાખડવા માંડ્યા હતા . પણ એમને એમના સંબંધો ની કિંમત હતી, અને એટલે એમને એમ વિચાર્યું કે કદાચ લગ્ન કરી લેવાથી આ સમસ્યા દૂર થઇ જશે. અને એક રીતે બેવ જણા settle પણ થઇ જ ગયા હતા.


લગ્ન ની આગલી  રાતે પંક્તિ અર્ણવ ને મળવા ગઈ .
"અર્ણવ હું ઈચ્છું છું કે તું તારું કામ છોડી દે "
"એટલે " એને કઈ ખબર જ ના પડી શું થઇ રહ્યું છે 
" એટલે એમ કે MUSIC , BAND ,આ બધું હવે બહુ થઇ ગયું બીજું કામ કર જો આપડે ત્યાં અમુક states ને છોડી ને rock નું ક્યાય મહત્વ જ નથી. આજે તમને SHOWS  મળે છે કેમ કે તમે નવા છો એક વાર લોકો તમારી style , થી used to  થઇ જશે તો તું પાછો એ જ હાલત માં આવી જઈશ. 
just be practical and promise me that લગ્ન પછી તું અ કામ નહિ કરે '"
અર્ણવ ની સામે આવો સવાલ આવશે એ તેણે વિચાર્યું પણ નોહ્તું . અને એ ફક્ત એટલું જ બોલ્યો 
"હા "

       બીજા દિવસે અર્ણવ ની જાન પંક્તિ ના ઘરે પોહચી . અર્ણવ ને દરેક ડગલે લાગતું હતું કે એની અને પંક્તિ ની વચ્ચે થી પ્રેમ તો ક્યાર નો જતો રહ્યો છે. અને એક બીજા ઉપર પોતાનું જીવન થોપવું એ  લગ્ન નથી  , અને પ્રેમ ને તો આવી સોદેબાજી જોડે કોઈ લેવાદેવા નથી . 
પંક્તિ મંડપ માં આવી , અર્ણવ ઉભો થયો 

" તને મળતા પેહલા ક્યારે પ્રેમ અનુભવ્યો નોહ્તો . પ્રેમ તે મને શીખવાડ્યો હતો , અને તે જે શીખવાડ્યું હતું એ આજે જે કરી રહ્યા છે એ નથી. વધારે તો કઈ નહિ પણ ગુરુદક્ષિણા માં આપણી જુદાઈ તો આપી જ શકું ને "

અર્ણવ ની આંખો ખુલી હાથ માં ખાલી ગ્લાસ અને એક સળગી ગયેલી સિગરેટ હતી. અને કોઈ ડોરબેલ વગાડી રહ્યું હતું. 

એક ગુંડા જેવી લાગતી, પણ સુંદર છોકરી સામે ઉભી હતી, અર્ણવ કઈ બોલે તે પેહલા જ
"hey , is this pink Floyd , I just love them . can i see your collection " કહી ને cds જોવા લાગી . 

અર્ણવ ફરી slow motion mode ઉપર હતો. ફર્ક એટલો  હતો કે આ વખતે background માં violin 
નહિ પણ electric guitar વાગતા હતા , એને થોડું અજુગતું લાગી રહ્યું હતું , કઈક થઇ રહ્યું હતું એને 

INSTANT  LOVE  
  


-- 
Ankit Gor

Comments

  1. boss amazing yaar..

    ReplyDelete
  2. This is incomplete for me ..now d question is that u deliberately left dat feeling of incompleteness or not !! i like d factor where in d end again u r indicating that he might again fall in love ..:)

    ReplyDelete
    Replies
    1. ya i deliberately end it like that ...because i think this feeling never ends there is a new start in every end .........people break up but love never breaks up on

      Delete
  3. Vanchvaano shokh nathij...Aa saty kehvaama thodu kharaab feel thaay che...pan Te Lakheli Short Stories Vaanchvaani khoob khoob majja pade che..Aa kehtaaa solid majjaaaa pade che...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર