Skip to main content

Me , March & Hospital


૨ માર્ચ ૨૦૧0

એક વિચિત્ર વાસ ચોખ્ખા ફર્શમાંથી આવતી જ રેહતી હોય છે. એ વાસ થી મને સખત ડર લાગે હમેશા એવું થાય કે આ વાસ એટલી હદ સુધી હાવી થઇ જશે મારી ઉપર કે હું ગૂંગળાઈ ને મરી જઈશ. સફેદ કપડા માં ફરતા લોકો, પથારી પણ સફેદ , ચાદરો અને ફર્શ પર ના tiles પણ સફેદ એવું જ લાગે તમે already મરી ચુક્યા છો અને તમે સ્વર્ગ માં જશો કે નર્ક માં એના નિર્ણય માટે ના waiting room માં તમને બેસાડેલા છે. hospital , મને નાનપણ થી ખુબ જ બીક લાગે એની, જેટલી વાર એના દરવાજે ઉભો રહ્યો છું એક સ્વજન ગુમાવી ચુક્યો છું, hospital અને માર્ચ એ મારા માટે રાહુ અને કેતુ હતા .....ના..... છે 

ધગધગતા માર્ચ ની બપોર અને કૃત્રિમ પથરાયેલી ઠંડી વાળી હોસ્પિટલ.બીમાર લોકો અને એના થી વધારે બીમાર લાગતા એમના સ્વજનોના ચેહરા. મને હમેશા આ જગ્યા વિચિત્ર લાગતી પેહલા કહ્યું ને waiting room જેવી. બધા જ એક પેલા રસ્તા પર ખેલ કરતા કરતબ બાજો લાગતા, એક પાતળી દોરી પર balance કરી ને ચાલવાનું અને જો પાર કરી ગયા તો જીવી ગયા નહિ તો...........

આખી વાત માં એ કેહાવનું તો ભૂલી જ ગયો હું અહી કેમ છું....ખુબ સમાન્ય દિવસ જઇ રહ્યો હતો જ્યાં સુધી ઘરે થી ફોન નોહ્તો આવ્યો....ફોન આવ્યા ની ૧૫ મી મિનીટ માં હું અહિયાં હાજર હતો પણ hospital માં પ્રવેશ કરતા ની સાથે જ હું અચાનક uncomfortable feel કરવા લાગ્યો. દરવાન થી માંડી ને ward boy સુધી ના બધા ની આંખો મને સ્કેન કરી રહી હતી. એ બધા થી  બચતો હું આગળ વધ્યો ને ત્યાં જ એક લાલ bulb શરુ થયો. મારા ભાભી ત્યાં જ હતા એમને કહ્યું operation  કરવું પડે જ એમ હતું એટલે તારી રાહ ના જોઈ નિર્ણય લેવા માં. હું એ bulb જોતો રહ્યો

૧૩ માર્ચ 1995

એ સમયે પણ ગરમી તો આટલી જ પડતી હતી પણ લાગતી ના હતી કેમ કે લોકોના મગજ હજુ શાંત હતા. મારો અને hospital  નો એ પેહેલ વેલો મેળાપ હતો. સમજણ હજુ ૮ માં મહિના માં હતી એની ડીલીવરી થવામાં હજુ વાર હતી. કદાચ પેહલી વાર hospital ને જોઈ રહ્યો હતો. એ સમયે પણ બધું જ અજુગતું લાગતું હતું. એ સમયે અજુગતું અને પછી થી બિહામણું. મમ્મી નો ભોગ તો આ hospital જન્મતા ની સાથે જ લઇ ચુકી હતી. મારા મોટા ભાઈ ને પેહલી વાર આજે આટલો ગંભીર જોયો હતો. એ સમયે ૧૫ વર્ષ ની  ઉમરે છોકરાઓ મોટા થતા ન હતા. બધા દયામણી  નજરો થી  મને જોઈ રહ્યા હતા. મેં જોયું કે પાપા ને અચાનક એક બીજા રૂમ માં લઇ જાઇ રહ્યા હતા. મોટા ભાઈ સાથે સાથે અંદર ગયા, બારણું તો હતું નહી  એક પડદો હતો માત્ર , અંદર ના પંખા ની હવા થી એ હાલ્યા કરતો હતો. મેં જોયું બે ઉંધા વાડકા જેવું કંઈક હતું એ doctor  ના હાથ માં, એની પાછળ વાયરો પણ લાગેલા હતા. પેલા doctor એ ફાટક દેતું એ પાપા ની છાતી પર ચાંપી દીધું , એમનું શરીર ઉછળ્યું , અવાજ ભાઈ નો આયો , કાકા એ અંદર જવા પ્રયત્ન કર્યો પણ બહાર જ રોકી લેવાયા,પડદો પડ્યો. કઈ સમજાયું નહિ  શું થયું , બહાર ના લોકો ના ચેહરા વધારે ગંભીર બન્યા. પડદો ફરી હાલ્યો , એ doctor ના ચેહરા પર હવે mask  ના હતું , હવે એ એક માત્ર જવાન છોકરો હતો જે એક જીવ બચાવી doctor બનવા માંગતો હતો. એ પાપા ના શરીર ઉપર ચડી બેઠો હતો , કદાચ હિરણ્ય કશ્ય્પું ની છાતી ઉપર નરસીહ એ જેટલો ભાર એના નખ થી   મુક્યો હશે એટલો ભાર એને પાપા ની છાતી પર બેવ હાથે થી મુક્યો એક વાર નહિ વારમ વાર ,ફરી થી શરીર થોડું હલતું , ભાઈ ની આંખો લાલ થતી અચાનક એ  doctor અટકી ગયો પડદો પણ અટકી ગયો પંખા નો બંધ થતો અવાજ સ્પષ્ટ આવી રહ્યો હતો.ભાઈ બહાર આવ્યો, કાકા  ને ભેટી પડ્યો અને અચાનક બધા પુરુષો મને ને ભાઈ ને વળગી ને ઉભા રહી ગયા . સ્ત્રીઓ એ અમુક અવાજ શરુ કર્યાં. આગળ જતા મને સમજાયું કે એ અવાજો રડવાના હતા.

આ હતી મારી અને હોસ્પિટલ ની પેહલી મુલાકાત. ક્યારે વિચાર્યું છે કે તમરી ગમતી વ્યક્તિ સાથે તમે કોઈ જગ્યા એ પેહલી વાર ગયા અને ત્યાં એ વ્યક્તિ મૃત્યુ પામે તો? એમાં જગ્યા નો કોઈ વાંક ખરો કે નહિ ? હા પેલો લાલ bulb હજુ ચાલુ જ હતો કેમ કે મારી મુલાકાતો  હજુ પતી નહતી. આમ તો અત્યાર સુધી મારી એ બીજી મુલાકત થઇ. પેહલી મારો જન્મ...એ સમયે માં શબ્દ નો મતલબ મારી dictionary માં થી ભુંસાઈ ગયો હતો.અને આજે મારી સમજણ ની ડીલીવરી થઇ ગઈ.

નવી જન્મેલી સમજણ ધીરે ધીરે મોટી થતી ગઈ. માર્ચ મહિના માં કોઈ ની ખબર કાઢવા  પણ જતો ના હતો. પણ કેહવાય છે ને જે વાત નો નનૈયો પુરાવો એ સામે ચાલી ને આવે જ છે.

૨૭ માર્ચ ૨૦૦૪

   લોકો ને એમ  હતું કે ૨૦૦૦ ની સાલ પછી વિશ્વ અચાનક જ આધુનિક બની જશે. પણ કઈ ખાસ ફરક નોહ્તો પડ્યો જેવો  ૩૧ December , ૧૯૯૯ નો દિવસ હતો  એવો  જ  1 January ૨૦૦૦ નો હતો. જોત જોતા માં બીજા ૪ વર્ષ પણ જતા રહ્યા અને મીલેનીયમ year ના સપના પણ એ જ જૂની અંગ્રેજી ફિલ્મો માં રહી ગયા હતા. ૧૯૯૫ થી માંડી ને ૨૦૦૪ સુધી હું  hospital જવાનું avoid j કરતો  આયો  છું. કોઈ પણ માદુ સાજુ હોય કે હું પોતે બીમાર હોઉં કઈ પણ થઇ જાય પણ hospital નહિ જ જવાનું. મેં માની લીધું હતું કે ત્યાં જઈશ તો જેના માટે ગયો છું એ વ્યક્તિ નહિ રહે. મારા ભાઈ ને મારી આ ગ્રંથી થી ચિંતા થતી રહેતી. એક psychiatrist   મારા ઘરે આવી ને મારો ઈલાજ કરવાનો પ્રયતન કરતા હતા. મારા અમુક સગા ને લાગતું હતું કે મને mental hospital મોકલી દેવો જોઈએ, કેમ કે હોસ્પિટલ ના નામ થી હું ડરવા લાગતો એક ગુંગળામણ થવા લાગતી હતી.

૨૭ માર્ચ ૨૦૦૪ એ મારો ભાઈ નાટક જોવા ગયો હતો, મને ફિલ્મો વધારે પસંદ એટલે હું ના ગયો...મોડી રાતે એક ફોને આયો અમને તરત કર્ણાવતી hospital બોલાવ્યા હતા. હું ડરી ગયો, પણ ઘર માં ભાઈ પછી હું જ હતો એટલે જવું અનિવાર્ય હતું. હું અને ભાભી પોહ્ચ્યા. ભાઈ નો accident  થયો હતો. એક ટ્રક એંને કચડી ને ફરાર થઇ ગયો હતો. doctor ના કેહવા પ્રમાણે પાંસળી નો ચૂરે ચૂરો 
 થઇ 
ગયો હતો. લોકો ને વાતો કરતા સાંભળ્યું કે ભાઈ ને લાવ્યા ત્યારે એના આંતરડા બહાર દેખાતા હતા. હું formality પતાવવા હજુ બહાર જ હતો. જેવો અંદર જવા લાગ્યો એ ડાઘા વળી સફેદ દીવાલો મોઢું ફાડી ને હસવા લાગી. ફરી થી એ વિચિત્ર વાસ, બીમાર ચેહરા બધું મારી આજુબાજુ ફરી વળ્યું. એટલા માં કાકા પણ ત્યાં આવી ગયા. મને થોડી હિમત આવી. ભાભી બેઠા હતા સ્તબ્ધ. મેં એમને પાણી આપ્યું કઈ બોલ્યો પણ નહિ. આ વખતે અહિયાં બારણું હતું એટલે હું પડદા માંથી કઈ જોઈ શક્યો નહિ કદાચ સારું થયું. એક doctor બહાર  આવ્યો  કાકા ને મળ્યો. કાકા નો ચેહરો જોઈ ને બાકી આવેલા પુરુષો ભેગા થઇ ગયા. એટલા માં ભાભી નો એક અવાજ આયો, એ રડતા હતા. આજે મને સમજાયું. પાપા વખતના એ અવાજો રડવાના હતા. 

મોડી રાત નો સન્નાટો, ડુસકા નો ધીમો અવાજ , ઘોઘાટ બની જતી શાંતિ , કોરી આંખો ભીના રૂમાલ, એક લાલ bulb પર અટકેલા શ્વાસ,....નીસાસો, બેબાકળી અને જાગતી રાતો, અંધારીયા દિવસો,  સફેદ ફર્શની ઉપર લાલ ડાઘા, ventilator machine અને ambulance નું સંગીત. આ બધું એટલે hospital અને માર્ચ. મારા માટે. નફરત કરું છું હું.
 
લાલ blub બંધ થયો.ભાભી મારી પાસે આવી ને બેસી ગયા.મને કઈ જ ખબર નથી પડી રહી. એકી ટસે દરવાજા સામે જોઈ રહ્યો. એક એક ક્ષણ પણ કલાકો જેવી લગતી હતી. દરવાજો ખુલ્યો એક રોશની મારી આંખો પર આવી ને વાગી. કઈ જ સમજાયું નહિ શું થઇ ગયું. સામે થી એક lady doctor આવી રહી હતી કદાચ. રોશની થોડી ઓછી થતા અમુક ક્ષણો માટે મને લાગ્યું કે જુના ગ્રીક ફોટો માં જોયેલી goddess Eileithyia હતી એ. અચાનક એ ગાયબ થઇ ગઈ. પેલી   lady doctor ત્યાં ઉભી હતી.  

" congratulations બેબી આવી છે"

શબ્દો એના એ જ હતા અર્થ બદલાઈ ગયો.

Me , March & Hospital  

Ankit Gor

Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર