Skip to main content

Me and my X




        ચોમાસું બીજી કોઈ ઋતુ કરતા બે હૈયા ને નજીક આવવાનો ખુબ જ સારો સમય હોય છે. હૈયા ની સૌથી  સારી વાત એ હોય છે કે એમને પાસે લાવવા નથી પડતા આવી જાય છે બસ.મન મેળ હોય પણ સાથે સાથે સંકોચ હોય તો આ અવરોધ તો વરસતો વરસાદ જ ઓગાળી શકે છે. એક જ સમયે સ્ત્રી પુરુષો, નાના, મોટા બધા  એ કુદરતી ફુવારા નીચે નાહતા હોય અને કોઈ ને કોઈ વાત ની શરમ કે સંકોચ નથી હોતો. અને એમ પણ સંબંધો માં આદર હોવો જોઈએ શરમ કે સંકોચ નહિ. 

         ચોમાસા સાથે દરેક ની કોઈ ની કોઈ યાદ તો જોડાયેલી જ હોય છે. અમુક વસ્તુ ચોમાસામાં કરવાની ખુબ મજા પડે. મારી જ વાત કરું તો આજે અમદાવાદ માં ખુબ જ વરસાદ પડ્યો હતો. મારી ગાડી ના wiper full speed માં ચાલુ હતા અને આગળ કઈ પણ જોવું ખુબ જ મુશ્કેલ હતું . વરસાદ ના ટીપા ગાડી સાથે એ રીતે અથડાતા હતા જેમકે હુલ્લડ માં કોઈ પથ્થર મારી રહ્યું હોય .અને અમદાવાદ ના દરેક ચાર રસ્તે એક મીની કાંકરિયા બની ગયું હતું. હું ઘરે આવ્યો, રૂમ માં એક ડીમ light ચાલુ કરી, balcony નો દરવાજો ખોલ્યો અને કાલ રાત ની બચેલી jony  walker અને એક glass લઈને બેઠો. અને સાથે આબિદા પરવીન નો અવાજ ..
વરસાદ , wisky અને અબીદા પર્વીન try કરવા જેવું cocktail છે. અને એ ગઝલ ની એક કડી
વો લડકી અચ્છી લગતી હૈ, તુમ ના બતલાઓ પર હમ જાન ગયે  


        બંધ વરસાદ , ઠંડો પવન, હાથ માં જામ બધું  અટકી ગયું. હતો તો બસ આસપાસ ના ઝાડ નો કાળો પડછાયો અને હું. 


      ડાયરી ના અમુક પાના પલટાવા લાગ્યા , એક છબી સામે આવી. મારા થી થોડું હસી જવાયું.  એ મારી ..તમારી ભાષા માં કહું તો એ મારી X હતી. me and my X . અમને સાથે લાવનારું પણ આ ચોમાસું જ હતું. જરમર હોય કે ધોધમાર અમે બંને વરસાદ ના solid fan હતા. ગમે તે બહાને પલળવાનું , પછી ત્યાં થી દાળવડા ખાવા જવાનું અને છેલ્લે ચા પીવા જવાનું અને ઠડી માં ઠુંઠવાતા ઘરે જવાનું.

       એક વાત  ની તકલીફ થતી હતી , એને એના ઘરે મૂકી દીધા પછી ઠડી જરા વધારે લગતી હતી. એ જ્યાં સુધી મારી પાછળ  બેસતી ત્યાં સુધી બીજી કોઈ વાત ની તો ખબર જ નોહતી પડતી, ધોધમાર વરસાદ પણ મને જરમર લાગતો હતો. અને લાગે પણ કેમ નહિ ?

વરસાદ માં મને ઠંડી જરા વધારે લાગે અને આ વાત એને તો કેહવાય નહિ ,એટલે ક્યારેક ચલાવતા ચલાવતા BYKE ના handle ને એકદમ tight પકડી  લેતો એના કારણે speed થોડી વધી જતી અને એ ડરી ને એનો એક હાથ મારા ખભા પર મૂકી ને મારા ખભાને દબાવતી.અને હું મારો બીજો હાથ એના ખભા ઉપર મુકાતો અને થોડી વાર અમારી આંગળીયો એક બીજાને ભેટી રેહતી એવા માં એનું ઘર ક્યાં આવી જતું ખબર જ ના પડતી. 

           પછીના એક ચોમાસે તો મને એના લીધે વરસાદ થી ઈર્ષા થઇ ગઈ હતી. હું વરસાદ ને મારો competitor સમજવા લાગ્યો હતો. એ વખતે ચોમાસું થોડું મોડું શરુ થયું હતું . અમે એક દિવસ barista માં બેઠા હતા. વાદળછાયું વાતાવરણ હતું પણ વરસાદ ની આષા ન હતી.  કેમ કે ચાર એક દિવસ થી આવું જ વાતાવરણ હતું પણ જરમર પણ પડ્યોના હતો. અમે હજુ આવી ને બેઠા જ હતા ને ત્યાં એકદમ વરસાદ શરુ થઇ ગયો. ચોમાસું એના પુરા જોર સાથે આવી પહોચ્યું . વરસાદ શરુ થયા પછી એ બસ બહાર જ જોયા  કરતી. મારી સાથે બેસવા કરતા વરસાદ જોવાનો આનદ એને વધારે હતો. વરસાદ ને જોઈ એની આંખ માં એક અલગ પ્રકાર ની ચમક આવી ગઈ હતી.એને બસ વરસાદ નો સ્પર્શ મેળવવો હતો, એને બહાર જઈ ને પલળવું હતું. એ જોઈ ને મને ખૂબ ઈર્ષા થઇ વરસાદ ની અને વરસાદ બંધ ના થયો ત્યાં સુધી હું ઉભો જ ના થયો. એને વરસાદ ના સ્પર્શ થી દૂર રાખી મેં એ દિવસે. 

         એના પછીના ચોમાસે ભારે વરસાદ માં હું byke ચલાવતો હતો, ઠંડી લાગી , મેં handle tight પકડ્યું , ઝડપ વધી , મારો હાથ મારા ખભે ગયો પણ આજે ત્યાં બીજો કોઈ હાથ ના હતો. મારી આગળિયો લપસી ગઈ. એ ચોમાસે એ મારી સાથે ન હતી મને છોડી ને જતી રહી હતી. જે છોડી ને જતા રહે એને જ X કેહવાય ને?.....me and my X

            થોડા મહિના પેહલા એ દિલ્લી ગઈ હતી . આમ તો અમારી રોજ વાત થતી જ હતી. પણ એક દિવસ એનો msg આવ્યો " કામ વધારે છે . એક બે દિવસ વાત નહિ થાય." બે ના ત્રણ દિવસ થયા પણ કોઈ ફોન ના આવ્યો. એનો ફોને પણ બંધ આવતો હતો. અઠવાડિયા પછી ખબર પડી blue line બસ અક્સમાત માં એ મૃત્યુ પામી હતી. મને છોડી ને જતી રહી હતી. 

         હું આજે પણ દર ચોમાસે એ barista  માં જાઉં છું. ખાસ કરી ને વરસાદ પડતો હોય ત્યારે. હવે હું પલળતો નથી. કેમ કે એ ઘટના પછી મેં byke  કાઢી ને એક second hand ગાડી લઇ લીધી છે. અને વરસાદ માં ભાગ્યે જ બહાર નીકળું છું. પણ barista માં બેસી ને વરસાદ ને જોયા કરું છું. નહિ તો પછી આજ ની જ જેમ મારા જ ઘરમાં ...
અમે દર ચોમાસે મળીયે છે .....
me and my X

--
Ankit Gor

Comments

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર