Skip to main content

હું એક વિચાર છું


           ધોધમાર વરસાદ ની ઠંડક થી આજે હાથ ઠરી ગયા હતા. કલમ પકડી શકે એટલી શક્તિ પણ આંગળીયો માં રહી ના હતી. લોકો(મિત્રો ) કેહતા મારી આંગળીયો જયારે લખવા બેસતી તો એ બાણ વરસાવતી હતી.પણ આજે આ કમાન બાણ ચલાવવા તૈયાર ન હતું. coffee ટેબલ પર પડી પડી ઠંડી થઇ ગઈ હતી. વરસાદ બંધ થયો એમ લાગ્યું. બારી ખોલી ને બહાર જોયું તો આકાશ કાળા ધબ્બાઓ થી ભરેલું હતું. સડક કોઈ વૈશ્યા ના ઓરડામાં પડેલી ચાદર ની જેમ પથરાયેલી પડી હતી. પવન, મારું એની દુનિયા માં ડોકાચિયું કરવા થી નારાજ હતો એમ લાગ્યું. સ્તબ્ધ થયેલા પવન થી ચારે બાજુ oxygen ની વાસ મારતી હતી. 

          વરસાદ પણ થપ્પો રમીરહ્યો હતો. અત્યારે તો અટકી ગયો હતો પણ ફરી શરુ થશે એ નક્કી હતું. કુદરત હમેશા પોતાના નિયમ ઉપર જ ચાલે છે. એની સામે માણસ બે જ કામ કરી શકે એક તો અભિભૂત થઇ ને એની સુંદરતા માણ્યા કરે નહિ તો એના પ્રકોપ તળે ચુથાતો ને કચડાતો રહે. નસીબ પણ એ કુદરતનું જ વિચિત્ર હથિયાર છે. જેના થી કુદરતે મારા ઉપર ઘા કર્યો છે.

 એક માણસ સહજ સ્વભાવ છે જયારે ધાર્યું કામ ન થાય ત્યારે ઈશ્વર ને નસીબ ને વખોડવું.

          વડીલો હમેશા કેહતા હોય છે ઈશ્વર ને ત્યાં દેર છે અંધેર નથી. જે થાય છે સારા માટે થાય છે. પણ આ ભાધી વાતો બોલવા માટે જ બનેલી હોય છે. અને આવું બધું બોલનારા પણ પોતાના જીવન માં નિષ્ફળ જ ગયા હોય છે અને છેલ્લા દિવસો માં લોકો ને  જ્ઞાન આપતા ફરે છે. દરેક વ્યક્તિ એટલી સહનશીલ ના હોય કે વર્ષોના ધમપછાડા પછી પણ કઈ ના થાય તો પણ લાગ્યો જ રહે.

        મારી સહનશક્તિ પણ હવે ખૂટી ગઈ છે. હું કોલેજ માં હતો ત્યારે મારી સાથે ના  લોકોએ (મિત્રો) મને ઘણા નામ આપ્યા હતા. અમારા પ્રોફેસર મને ભવિષ્ય ના લેખકો માં જોતા હતા. મને પણ હતું જ કે હું મારી લેખક તરીકે ની આગવી છબી તો ઉભી કરી જ લઈશ. નસીબ ને એ મંજુર ના હતું. નવલકથાકાર  બનવું હતું મારે પણ છેલ્લા ૭ વર્ષો માં એક વાર્તા પણ છપાઈ નથી. હવે લડવાની હિંમત નથી મારામાં.

          વરસાદ ફરીથી ધીરે ઘીરે શરુ થયો હતો પણ આ વખતે એ પણ મારા નિર્ણય ની જેમ ન અટકવા માટે મક્કમ હતો. વરસાદ પછીની ધરતી ની ગરમી થી ભરેલું વાતાવરણ હતું. street lights અંધારાની ચોકીદારી કરતી હતી. ચામાંચીડીયાની ચીચયારીઓ  કાન ફાડી નાખે એટલી તીવ્ર હતી. રસ્તા ઉપર ગમે ત્યાં પડેલા વાહનો ઘૂરકિયા કરી રહ્યા હતા. બે-ચાર ગલુડીયા ખૂણા માં લપાઈ ને દયામણી આંખો થી મને જોઈ રહ્યા હતા. સાત વર્ષા માં આટલી સારી રીતે કોઈએ મારી સામે જોયું ના હતું. રસ્તો ઓળંગવા જતી એક બિલાડી મને જોઈ પાછી વળી ગઈ .  

       હું મારા મુકામ ઉપર પોહચી ગયો હતો. શેહર ના ખૂણા માં આવેલું એક કબ્રસ્તાન, જેનો બહુ ઓછો ઉપયોગ થતો હતો. મેં મારી જાત ને સંપૂર્ણ શાંતિ આપવાનો નિર્ણય લીધો હતો. અને એક વાત પેહલે થી જ નક્કી કરી રાખી હતી કે છેલ્લા શ્વાસ સ્મશાનગૃહ અથવા કબ્રસ્તાનમાં જ લઈશ. કેમ કે મને લાગતું હતું કે જો આ કામ મેં મારા ઘરમાં કર્યું હોત તો કદાચ મારું  શરીર અહિયાં સુધી પોહ્ચેત કે કેમ? અને પોતાની જાત ને સળગાવા ની હિંમત મારા માં  હતી નહિ એટલે દફનાવા આવ્યો છું.

જડ , સુકી, ખરબચડી પણ સુંદર કબરો. અમુક ઉપર ઝાંખા પડી ગયેલા લીલા રંગની ચાદરો હતી, અને તાજી સડતી લાશ ની બદબૂ પણ. ઘણી કબરો ઉપર કંઈક કોતરેલું હતું કદાચ નામ હતા. કાળા ડામર જેવા અંધારા માં આના થી વધારે કઈ જ દેખાતું ના હતું. અચાનક વીજળી નો ચમકારો થયો સામે કપાયેલું પડેલું થડ જીવી ઉઠ્યું. કદાચ અમુક કબરો પણ, એક ક્ષણ માં ઘણું બની ગયું. જો કે હું મરવા આવ્યો હતો પણ ડરી ગયો. એ થડ કોઈ વિચિત્ર જનાવર જેવું લાગતું હતું મને ગ્રીક દંતકથાનું જનાવર Baku યાદ આવી ગયું. સમય વીતતો જતો હતો. મેં કામ શરુ કર્યું. મેં મારી કબર ખોદવાનું શરુ  કર્યું. યાદો ના એક એક ઘા  સાથે ધરતી ને ચીરવાનું મેં શરુ કર્યું. એક વિચિત્ર ,જુસ્સો માથે ચડી ગયો હતો. કદાચ મરવાનો. હોશ ના ઠેકાણા ના રહ્યા. એક જ વાર માં આખી કબર ખોદી નાખી. હું પરસેવે લથપથ હતો. વરસાદ હોવા છતાં પરસેવા ના એક એક ટીપા ને ઓળખી શકતો હતો. છેલ્લા વર્ષો માં માત્ર એ જ તો મારા સાથી હતા.

હું  થાકી ગયો હતો, શાંતી થી મરવું હતું. એટેલ બાજુ ની એક કબર ઉપર બેસી ગયો. ખબર નહિ કેમ પણ ત્યાં બેઠા પછી એ જગ્યા, એ કબર પોતીકી લાગી. અને અચાનક એક અવાજ  આવ્યો.
"ઘણા વર્ષ પછી આવા સ્પર્શ ની અનુભૂતિ થઇ  છે. કોણ છે તું? "
હું ડરી ગયો. વારસદ કરતા કપાળ પર થી નીકળતા પસીના ની ઝડપ વધી ગઈ. ફરી થી અવાજ આવ્યો " કોણ છે તું ?"
આવ્યો તો મરવા હતો પણ મરવાની બીક હવે લાગી. હું ભાગવા ગયો. 
"ડરીશ નહિ. હું તને કઈ નહિ કરું. અને કરવું પણ હોય તો કરી નહિ શકું. કબર માં બંધ છું." એ અવાજે ફરી પૂછ્યું "તું કોણ છે?"
ડરતા અવાજે મેં નામ કહ્યું " અ ..અ.. અમર વ્યાસ "
" જીવતો માણસ આટલી મોડી રાત્રે કબ્રસ્તાનમાં ? નવાઈ ની વાત છે. આત્મહત્યા કરવા આવ્યો
 છે ? હારી ગયો જીંદગી થી....નોકરી ના મળી કે પછી પ્રેમ માં ગબડી પડ્યો?" એ અવાજ પણ મારી મજાક ઉડાવી  રહ્યો હતો કદાચ.

મારો અહમ  જરા ઘવાયો. વાત કરવાની હિંમત આવી 
"બધું કહીશ પેહલા એમ કે તું કોણ છે ?"
" હું? "
" હું એક વિચાર છું ?" અવાજ મક્કમ હતો. 
મને કઈ જ સમજાયું નહિ. પણ અડધી રાત, આત્મહત્યા કરવા આવેલો હારેલો માણસ, કબર માંથી આવતો એક અવાજ બધું રોમાંચક લાગવા લાગ્યું. હજુ હું કઈ વિચારું અને પૂછું એ પેહલા એ ફરી બોલ્યો.

"હા, હું એક વિચાર છું. દરેક માણસ ના મન માં જન્મ લેતો રહું છું એ મારું કામ છે. પણ ઘણા 
માણસો ,એમ તો મોટા ભાગના માણસો મને બહાર લાવતા નથી. અને હું પણ એમની સાથે કબરો માં દટાઈ જાઉં છું અથવા રાખ થઇ ને ઉડ્યા કરું છું. હું કેટલાય રૂપ માં દફ્નાયેલો પડ્યો છું એ પણ સદીઓ થી અને તું આટલા અમથા વર્ષો માં હારી ગયો."

  કેહવું દરેક માટે સેહલું હોય છે પછી એ માણસ હોય કે  એનો વિચાર. પણ એને અમલ માં મૂકી એને જીવતો કરવો એ ખુબ મુશ્કેલ હોય છે. અમુક સંજોગો માં અશક્ય પણ. તૂટી જવાય છે. અને એ જેના ઉપર વીત્યું હોય એ જ જાણે. 

આવજ ને એટલે પેલા વિચાર ને જરા ગુસ્સો આવી ગયો ." ડરપોક છે તું. એ પણ માણસો જ હતા જેમણે મારા એક ઉદભવ થી ક્રાંતિ લાવી દીધી. સ્કોટ ની હત્યા કરવી એ એક વિચાર જ હતો પણ ભગત સીહ એ એને અમલ માં મુક્યો એને મુશ્કેલી નહિ પડી હોય? એક જગ્યા એ બેઠા બેઠા વિશ્વા માં કોઈ પણ બીજી જગ્યા એ બેઠા વ્યક્તિ સાથે વાત કરવી આ શું છે ફોને કે mobile? ના આ એક વિચાર જ હતો જો એ અમલ માં ના મુકાયો હોત તો..? તને શું લાગે છે એને તકલીફ નહિ પડી હોય જેને એમના વિચારો ને અમલ માં મુક્યા. તારું ધારેલું પરિણામ ના આવ્યું એનો મતલબ એ પણ હોઈ શકે કે તારા પ્રયત્નો માં કચાશ છે."
" સાચું કહું તો મને આનંદ છે કે આજે મેં તારા મન માં આત્મહત્યા તરીકે જન્મ લીધો છે આ કામ મારે સાત વર્ષ પેહલા કરી લેવાનું હતું. તું મૃત્યુ ને જ લાયક છે"

    એના છેલ્લા શબ્દો ના પડઘા મારા કાન માં ગુંજતા રહ્યા. એક એક અક્ષર મને વીંધી ને આર પાર નીકળી ગયો. કદાચ મારા કામ પર ઉઠેલા એ સવાલે મને ફરી થી જીવતો કરી મુક્યો. 
હું શાંત હતો. વરસાદ એની પરાકાષ્ઠા એ હતો. અંધારા નો કબ્રસ્તાન નો ડર  હવે ગાયબ થઇ  ગયો હતો. એ વરસાદ માં ૧૦ ડગલ પણ આગળ જોવું મુશ્કેલ હતું પણ મને મારો રસ્તો આટલો સ્પષ્ટ ક્યારેય નોહતો દેખાયો. 
     દૂર થી એક ફાનસ નો પ્રકાશ નજીક આવતો દેખાયો. એ પ્રકાશ સાથે એક માણસ પણ હતો. કદાચ કબ્રસ્તાન નો રખેવાળ હતો. મને અને ખુલ્લી કબર જોઈ એ થોડો ઘભરાયો. છતાં પણ હિંમત કરી ને બોલ્યો " કોણ છે તું ?"
   
"હું એક વિચાર છું "

 




--
Ankit Gor

Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર