Skip to main content

સત્તા

 આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે 
સરઘસ ને રેલી ના ટોળા ગજબ છે 
એક રોટલા ના બે ટુકડા ને પામવાને , 
પોતાના ખિસ્સા ને ભરવાના સ્ટંટ છે 

ચેહરા પર મોહરા ને મોહરા પર સ્માઈલ છે ,
ભાઈ ને પીઠ ને છોલવાની પણ style છે. 
ટાંટિયા થયા છે રાંટા ને 
આંખો માં છે મોતિયા તોય 
 દિલ માં તો બસ હજુ સત્તા નો ક્રેઝ છે 

 આ રાજ ની નીતી ના કિસ્સા અજબ છે 


ચાર પાયા ની આ દુનિયા માં ખેંચમતાણ અનંત છે
ટકવા અને ટકાવવા જરૂરી દમ છે અને ,
થોડું લપસ્યા તો ટેકા થી પણ ફેમ છે.
લોહી ના ભૂખ્યા, બધા આ જમ છે.
 જે  પેહરે છે ખાદી જેનો એક જ રંગ છે .
ભુલીગયા છે એ કે સફેદ માં સાત રંગો નો સમન્વય છે.
આ રાજ ની નીતિ ના કિસ્સા અજબ છે .

પાંચ વર્ષે જાગતા આ  કુંભકર્ણ ના આ પૌત્ર છે,
રિબાતી જનતા જેમનો  ફેવરેટ ટાઈમ પાસ છે.
મને શું મળશે , અને મારું કેટલું એ જ સવાલો માં દુનિયા એમની વ્યસ્ત છે
બહાર ક્યાંક એક આગ સળગે છે તેની ક્યાં એમને ખબર છે.
સત્તા સાચે તો કોની છે, એ ભૂલી ચુક્યા છે.
ગાદી પર બેઠા બેઠા ભૂલી ગયા છે કે હજુ અમને ભાન છે કે
એક આંગળી ના ટપકા પર સત્તા એમની નિર્ભર છે.
આ રાજ ની નીતિ ના કિસ્સા અજબ છે......


Comments

Post a Comment

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

ONLINE

અચાનક મેસેજ ઉપર વાત કરતાં કરતાં મારા થી ના રહેવાયું અને મારી અકળાયેલી આંગળીયોએ એને પૂછી નાખ્યું “ તને કોઈ તકલીફ તો નથી ને ?” મેસેજ સેન્ડ કરતાં ની સાથે ફરી વિચારો ની માયાજાળ ચાલવામાંડી પૂછ્યું કેમ ? સારું કર્યું ને? ખોટું કર્યું ? પણ આટલું પૂછવાથી શું  થઇ જવાનું છે. આની તો વળી શું આડ અસર થઇ શકે પણ મોટા ભાગે શબ્દો ની જ આડ અસર થતી હોય છે, અને એટલામાં ધ્યાન પડ્યું એ હવે ઓન લાઈન નોહતી. મારી નજર મારા છેલ્લા સવાલ ઉપર ચોંટી ગઈ “તને કોઈ તકલીફ તો નથી ને ?” ૮ વર્ષ ૬ મહિના અને ૧૨ દિવસ અને ૧૬ કલાક પછી અમે ફરી મળ્યા હતા, એક બીજા ના ફોન નબરતો હતા પણ અમે બેવ આ સમય દરમીયાન એક બીજા માટે મોબાઈલ માં સાચવી ને રાખેલા નામ માત્ર હતા . અમે છુટા પડયા એ પછી ફરી મળવાનો નિર્ણય અમારો નોહતો પણ ....ડેસ્ટીની . એક કોમન ફ્રેન્ડ એ આપેલી પાર્ટીમાં અમને બેવ ને બોલાવામા આવ્યા હતા અને અમે બેવ ગયા પણ ખરા. એક બીજા ને જોઈ ને એક સેંકડ માટે સ્તબ્ધ થઇ ને અમે મળ્યા. ગુલઝાર સાહેબની એક પંક્તિ યાદ આવી ગઈ, કલ કા અખબાર થા , પઢ ભી લિયા રખ ભી દિયા. એ દિવસે સમજાયું કશું જ સુકાયું નોહ્તું બેવ બાજુ યાદો હજુ એટલી જ તાજી હતી. આ

રવિવાર ની સવારે

               ઉનાળો શરુ થઇ ગયો હતો પણ શિયાળો હજુ જવાનું નામ લેતો ના હતો. એ સમયે એક રવિવાર ની સવારે હું ૭ વાગે ઉઠી ગયો,અને થોડો કંટાળો અનુભવતા બાર રખડવા નીકળી ગયો. અમદાવાદ થી બરોડા જતા હાઈ વે પર હું નીકળી પડ્યો રસ્તા માં એક સંકડો રસ્તો જોઈ એ તરફ વળી ગયો. હજુ થોડો જ આગળ ગયો ત્યાં મેં ખરી વસંત ઋતુ જોઈ, એક ગતાદાર વૃક્ષ , એની આજુબાજુમાં થોડા ઓછા વિકસેલા એવા ૨ આસોપાલવ . અને નીચે પડેલા પત્થરો ની ગોઠવણ પર થી લાગ્યું કે ત્યાં કીટલી હોવી જોઈએ. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં જ બેસી ગયો. ત્યાં બાંકડા પર બેઠા બેઠા આંખો ક્યારે મીચાઈ ગઈ ખબર જ ના પડી, અને જયારે ઉઠયો ત્યારે બાકડા ના બીજા છેડા પર એક જુવાન છોકરો બેઠો હતો આસરે ૨૫-૨૭ વર્ષ નો હશે. દેખાવે ખુબ જ વેલ ટુ ડુ ફેમીલી નો લાગતો હતો.પણ આજુબાજુ માં કોઈ વાહન ના હતું એ જોઈ ને થોડું આશ્ચર્ય થયું.                             પેલા છોકરા એ ખીસા માં થી સિગરેટ નું પેકેટ કાઢી ને એક એક સિગારેટ સળગાવી. એની તલપ તો મને પણ લાગી હતી.  હોઠો ને કાબુ માં રાખી ને કઈ બોલ્યો ની પણ મારી લાલચુ આંખો સિગારેટ તરફ જોઈ ને લાળ ટપકાવી રહી હતી. છોકરા એ માર