Skip to main content

Posts

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,
Recent posts

Meri Favorite Shirt / First Look / Teaser /2017

વારાણસી,એ શહેર નથી પરતું અનુભવ છે. ભાગ ૨

આમતો એક જ વારમાં બધું લખુવું યોગ્ય હતું, પણ બે ભાગ પાછળ મહત્વના અમુક કારણ છે. કારણ એક, અમુક અનુભવ હજુ થોડા શબ્દોના હકદાર છે, અને બે, એક પ્રસંગ વિષે લખવું કે ના લખવું એ અસમંજસ. છેવટે નક્કી કર્યું કે લખવું જ જોઈએ. દરેક સિક્કાની બે બાજુ હોય છે. મણીકર્ણિકા ઘાટ. આ ઘાટ ઉપર હિંદુ વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, અહિયાં મૃત્યુ સરળ લાગે છે, સહજ લાગે છે. અહિયાં મૃત્યુ એક ઉત્સવ છે. સામન્ય રીતે મૃત્યુ સાથેની એક ખાલીપો તમને ઘેરી વળે છે, લાગે કે કઈક  અટકી ગયું છે, અને મારી સાથે કેમ  થયું જેવા કેટલાય પ્રશ્નોના વમળમાં તમે ખેચાતા જાઓ. પણ અહિયાં એક  સાથે એટલા બધા અંતિમ સંસ્કાર થઇ રહ્યા હોય કે તમને એવું ના લાગે કે તમે એકલા છો, ભલે વ્યક્તિઓ પરિવારો અલગ છે પણ લઘુત્તમ  સામાન્ય અવયવની જેમ દુઃખ પણ વહેચાઈ જાય છે. સતત તમને એ સત્યતા સમજાયા કરે છે કે આ અજુગતું નથી, જે જન્મ લે છે એ એક દિવસ મૃત્યુ પામે છે, દરેક જીવની એક એસ્ક્સ્પાયરી ડેટ નક્કી છે.  બીજું અહિયાં મૃત્યુ એ ઉત્સવ પણ છે, એક બે વાર અમે લોકો એ સાંભળ્યું કે નનામી ને ઢોલ નગારા સાથે લાવવામાં આવી છે, બધા જ નહિ પણ અમુક ચોક...

વારાણસી,એ શહેર નથી પરતું અનુભવ છે. ભાગ ૧

વારાણસી પહોચતાથી સાથે જ તમને લાગે કે તમે અનુરાગ કશ્યપની ફિલ્મનો કોઈ સબ પ્લોટ છો, ખાલી ખમ રાતનું એરપોર્ટ, એરપોર્ટનું પાર્કિગ ચલાવતા ઠેકેદાર, એમની હિન્દુત્વ ભરેલી આંખો, અને મન્ટું ડ્રાઈવર. કલાક સુધીનો ખાલીખમ્મ રસ્તો, એકલ દોકલ વાહન આંખના પલકારામાં નીકળી જાય. પોણો કલાક તમે એજ રસ્તા ઉપર ચુપચાપ ચાલ્યા કરો થોડી વાર પછી તમારામાં ભયની લાગણી પ્રેવશવા લાગે , આ ક્યાં જઈ રહ્યા છે ? રસ્તો સાચો છે ને?અકળાવી મુકે એવી શાંતિ અને ગાડીમાં ભોજપુરી ગીતોનો ધીમો અવાજ. અચાનક એક જ વળાંક સાથે તમે નીરવ શાંતિથી , ભયંકર પ્રચુર ઘોઘાટ અને ટ્રાફિકની વચ્ચે સપડાઈ જાઓ, ફરીથી એ જ સવાલો થવા લાગે, આપણે કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ગયા ને.? આ શેહેરમાં કઈ સુંદર કેવી રીતે હોઈ શકે ? ડ્રાઈવર  અજાણ્યા શહેરના એક ચાર રાસ્તે તમે ઉતારી દે. ગુગલ જણાવે કે તમારે તો હજુ અંદર જવાનું છે, પણ ત્યાં કોઈ ગાડી નહિ જઈ શકે, તમે રીક્ષા પસંદ કરો, એક રીક્ષામ સામાન અને તમે, જેવું શહેર રીક્ષાની બહાર એવુજ રીક્ષાની અંદર. રીક્ષામાં આગળ વધતા થોડા જ સમયમાં મને સુરત યાદ આવી ગયું, ચારે બાજુથી મા-બહેન,ભ અને ચ ના સ્વરો  ઓછા વધતા સ્તરે આવ...

પોપકોર્ન -

નોંધ : આજે જે લખવું છે એ માત્ર ફિક્શનલ, પેહલો વિચાર છે , કોઈના ફોર્મેટ કે આઈડિયાનું મજાક બનાવવા કે હાની પહોચાડવાની કોઈ જ વૃતી નથી . છેલ્લા થોડા સમય થી હું લપ્રેક (લઘુ પ્રેમ કથા) વાંચી રહ્યો છું જે એક નવું ફોર્મેટ છે મારી જાણ છે ત્યાં સુધી ૩ પુસ્તક બહાર આવ્યા છે , અને મને ત્રણેવમાં ખુબ મજા પડી છે , સાચે તો મને ફોરમેટમાં જ મજા પડી છે. (જબરા ફેન ફીલિંગ ) લઘુ પ્રેમ કથા, આજ ના સમય માં એકદમ સાંપ્રત વાત છે, આજ કાલથી પ્રેમ કથાઓ લઘુ જ હોય છે. (અપવાદ બધે જ હોય છે). હવે એ ઉપર થી વિચાર આવ્યો કે જો લપ્રેક ગુજરાતીમાં અમદાવાદના બેકડ્રોપમાં લખાય તો સખત ફની થઇ જાય અને એના ઉપર થી આ એક વિચાર આવ્યો જે પેહલો વિચાર જ છે જે શેર કરી રહ્યો છું.  લપ્રેક ૧  પોપકોર્ન એ બેવ એક એવી ફિલ્મ જોવા માટે સીનેપોલીસ ગયા જેની સાથે એમને સીધા કે આડકતરા કોઈ લેવા દેવા નોહતા. એમને એટલી ખબર હતી કે આ ફિલ્મ જોવા ખુબ ઓછા લોકો આવે છે. અલ્ફા મોલ જેવી જગ્યા ઉપર ભીડ સારી એવી હોય છે એકલામાં પકડાઈ જવા કરતા ભીડ માં ખોવાઈ જવું, એ એને સારો ઓપ્શન લાગ્યો. બેવ જણ કોર્નર સીટ ની ટીકીટ લઇ ને પોપકોર્ન લેવા ગયા. ...

हम/ मैं / तूं /......

चल तुजे एक खुशखबरी सुनाता हूँ. अब उन सब बातोंमें मत जाना के इतने दिन कहाँ था ? क्या किया? तुजे तो पता है लॉस्ट हो जाना अब मेरा पात्र है. तुजिसे जो सिखा है. पर इस बार में लॉस्ट होने को नहीं गया था. इलाज के लिए गया था. फोन लगाने से पहले एक बार पूरा पढ़ ले. में अभी ठीक हूँ और ये इलाज बहोत इमोशनल लेवल पे है न के फिजिकल, तोह की चिंता मत कर. दरअसल पक चूका हूँ , मर चुका हूँ, और मुझे जीना है. में मानता हूँ के प्यार दुनियाकी सबसे खुबसूरत चीज़/ईमोशन है , लेकिन ये ही सबसे भद्दा भी है. में मानता हु अगर किसी से प्यार करो तो टूट के करो, पूरी शिद्दत से करो लेकिन ये ऊम्मीद मत रखोकी वो भी तुमसे इतना ही प्यार करे. अब ये जो सेकंड पार्ट है उम्मीद वाला वो साला डिफिकल्ट है. इतने साल तो कोई ख़ास दिक्कत नहीं हुई पर अब हो रही है. शायद में इनसिक्योर हो गया हूँ एसा मान सकती हो. पर कोई उम्मीद न रखना पोसिबल नहीं है, कुछ समय के बाद कुछ टूटने लगता है , आईने जेसा, और उस काच के टूकडे अंदर से चुभने लगते. और खून साला आँखों से निकलता है.  में अब इंतजार नहीं कर सकता, इसका मतलब ये नहीं है के कोई जवाब या रिएक्शन चाहता हू...

माफीनामा

में बहोत थक चूका हु, अब बर्दास्त नहीं होता. तुम ये मत समजना के तुम्हारी वजह से ये सब लिख रहा हु. नहीं. मेने पहले भी कहा था के ये मेरी समस्या है और मेरी ही रहगी. हा , पर अब तक ये समस्या, जो मुझे आज से पहले समस्या नहीं लगी है वो मुझे दिक्कत दे रही है. पता नहीं लेकिन पिछेले कुछ दिनों से वो समस्या लग रही है. (शायद ये सुन के तुमको ख़ुशी भी हो ) पता नहीं पर एसा लगा रहा है मे जिन्दा नहीं हु , मेरे जिन्दा होने का एहसास में खो रहा हु. सिर्फ साँस लेना ही जिंदा होना नहीं है. ये बात तो में कुछ साल पहले वेंटिलेटर नाम के एक मशीन ने सिखा दी थी. खेर वहा नहीं जाते. दिक्कत ये है की अब थकान रहती है थोड़ीसी. ये इंतज़ार की वजह से नहीं. और ना ही एसी कोई उम्मीद जाग गई है के जिसके कारन तुम्हे  डर/दुविधा/चिंता एसा कुछ भी हो. पर तेरे न होने की कमी खुछ ज्यादा ही खलती है.  हां मुझे पता है तुम एसी ही हो. शिकायत नहीं कर रहा , हमारे रिश्ते में इसकी गुंजाईश नहीं है. रिश्ता ? हां रिश्ता. कभी कभी हम अपनी पसंद की जगह पर चाय या कोफ़ी के लिए जाते है और जिस टेबल पे हम रोज बैठते है , उस पर एक द...