Skip to main content

હસ્તાક્ષર




આડી અવળી થોડી રેખાઓ હતી , ના કોઈ એનો આરંભ ના અંત .
એક ઈંચ ની લંબાઈ માં અનંત સુધી ખેચાતી રહી એ રેખા ,
ક્યાંક તલવાર થી પણ ધારદાર ,જે મારા હાડકા ને કાપી ને આરપાર થઇ ગઈ ,
ક્યાંક લાવા થી પણ ગરમ , ઉકળતી , ચામડી ને બાળી નાખતી ,
તો ક્યાંક રૂ થી પણ હલકી કે પાપણો ને પણ ભાર ના લાગતી ,
ક્યાંક મને કચડી ને મારા શરીર નો ચૂરો કરી શકે એટલી શક્તી શાળી ,
કોઈ વાર ગોળ ગોળ ફરતા પોતામાં જ્ ખોવાઈ ને મને શોધી નાખતી ,
ગમે ત્યાં થી આવી , કલમ ચીરી ને આંગળી ફાડી નાખે એવી ,
તો ક્યારેક એણે આપલા ઘા ઉપર નો મલમ ,
વાક્ય નહી , શબ્દ નહી , અક્ષર પણ નહી માત્ર રેખા ,આડી અવળી  રેખા જેનો ના આરંભ ના અંત .
અર્થ વગર ની , ભાવના વગર ની , સંવેદના વગર ની રેખા ,
લાગણી અને  સમજણ, થી પર.
પણ લાગણીશીલ અને સમજુ એ રેખા ....
મારા જીવન ની ઓળખ એ આડી  અવળી રેખા ,
એ તારા હસ્તાક્ષર  ,


Comments