Skip to main content

નનામી



આજે જે કઈ પણ લખી રહ્યો છું એ વાર્તા , કલ્પના કે ફિક્શન નથી બસ લાગણીઓ છે, એના કરતાં પણ સ્પષ્ટ કહું તો માત્ર ગુસ્સો.
બે એક દિવસ થી કામમા હતો એટલે ન્યુઝ જોઈ શકતો નોહ્તો માટે આજે સવારે ન્યુઝ જોયા ત્યારે ફરી થી લોકો રસ્તા ઉપર ભેગા થઇ ગયા હતા, વાત એ જ્ હતી પણ કદાચ એ મારા માટે પેહલા કરતાં પણ વધારે ક્રૂર હતી ,  ફરી એ જ્ શહેર. અને આ વખતે વિક્ટમ એક પાંચ વર્ષ ની છોકરી,  સાચું કહું છું રુવાંટા ઉભા થઇ ગયા હતા, પેહલા બે ત્રણ મીનીટ તો ન્યુઝ વાળા બીજુ શું બોલ્યા કઈ જ્ ખબર નથી પણ હા પછી ખબર પડી કે કોઈ ડીબેટ ચાલી રહી હતી , એ જ્ બધું પોલીસ રિપોટ નોહતી લખી રહી. કોઈક એમ એલ એ  એમ પણ કહ્યું કે આ તો પોલીટીક્સ થઇ રહી છે,
ગાળ બોલવા ની ઈચ્છા થઇ ગઈ હતી , ઈનફેક્ટ બોલી પણ ગયો હતો, એક બાજુ આવી ઘટના બની ગઈ છે અને બીજી બાજુ એ લોકો  ને પોતાની પોલીટીક્સ સિવાય બીજું કઈ સુજતું નથી .
પછી યાદ આવ્યા એ આંકડા જે ગેંગ રેપ્ વખતે સાંભળ્યા હતા , ૨૦૧૨ મા ૨૧૦૦૦ રેપ કેસ  નોધાયા હતા , રાજધાની દિલ્લી મા કઈ ૬૦૦ ઉપર્ કેસ નોધાયા અને એમાં થી માત્ર એક નું જ્ નિરાકરણ આવ્યું છે. અને આ માત્ર નોધાયેલા કેસ છે આવા તો કેટલાય કિસ્સાઓ ડરના કારણે નોધાતા પણ નથી.
આ બધા ની સાથે સાથે એક વાત એ પણ ચાલી કે આ હદ સુધી ની વિકૃતિ નું કારણ શું ?
ક્યાંક બાળકી નો જન્મ ના થવો જોઈએ અથવા એમને અપશકુન માનવામા આવે છે એ હલકી માનસિકતા જવાબદાર ખરી ? આમ તો લાગશે કે આજ કાલ આવું કોણ વિચારે છે પણ હજુ પણ ભારત ભર્ ના ઘણા ગામડાઓમા આ માનસિકતા જીવી રહી છે એ સત્ય ને અવગણી શકાય નહી.
બધા પછી ફરી વિચાર આવ્યો એ બાળકીનો , જેણે હજુ તો દુનિયા જોવાનું શરુ કર્યું હતું , હજુ તો એ સપના જોતા શીખે એ પેહલા જ્ એના મન ને એક અંધારા કુંવામા નાખી દીધું. એ છોકરી તૂટી તો ત્યારે જશે જ્યારે એને ખબર્ પડશે કે બળાત્કાર એટલે શું ? અને આપડો આ સમાજ સોરી ટુ સે જેમાં તમે અને હું બધા આવી ગયા એ ક્યારે એને ભૂલવા નહી દે કે એની સાથે બળાત્કાર થયો છે ..
ઇશ્વર્ એ બાળકી શક્તી આપે. અને આપણા સત્તાધીશો ને એટલી અક્કલ આપે કે હ્યુમનરાઈટ્સ , હ્યુમન માટે હોય આવ હેવાનો  માટે નહી .
એ લોકો ને  માત્ર એમ કહો કે એક વાર આંખ બંધ કરી ને કલ્પી જુવો કે એ છોકરી ની  જગ્યા ઉપર તમારી દીકરી , બહેન , પત્ની , ભત્રીજી કે ભાણી હોત તો પણ એ લોકો ને જીવતા રહવા દેત ?

Comments

Popular posts from this blog

નાટક

આજનો દિવસ એ ખુબ જ અલગ અલગ પ્રકારની લાગણીઓથી ભરેલો હોય છે, દર વર્ષે આ દિવસ ૨૭ માર્ચ ઘણા બધા મિક્સ ઈમોશનની રોલર કોસ્ટર રાઈડમાંથી લઇ  જાય છે. કારણ માત્ર વિશ્વરંગભૂમિ દિવસ હોવાનું નથી. પણ એ બધી લાગણીઓને એકસુત્રમાં બાંધી ને એને કઈ સર્જનાત્મક રસ્તા તરફ લઇ જવાની સુજ અને સમજ રંગભૂમિ એ આપી છે, ઘણા બધા મિત્રોનો એમાં સાથ રહ્યો છે. પણ રંગભૂમિ વગર આ લાગણી બીજા કોઈ સ્વરુપમાં બહાર લઇ મારા માટે અશક્ય હતી. મુઠ્ઠીને ગમે તેટલી કચ્ચીને બંધ કરી રાખીએ પણ એમાં કશું ટકતું નથી છેવટે તો નીકળી જ જાય છે, એના કરતા એ બધું જ છોડી દેવું અને આગળ વાધું એ જ જીવન છે, અને એટલે જ આજ ના દિવસે મારા બે નાટકો કે જે મારા થી ખુબ નજીક છે, જે નાટકો એ મને મારી ઓળખ આપી છે એ આજે અહિયાં મુકું છું,  જેને પણ આ નાટકોની ભજવણી કરવી હોય તેમને છૂટ છે. I want to Tweet.  But, I love you,

life ...